કમાટી બાગમાં ત્રણ ફૂટના મગરના બચ્ચાને પકડી વન વિભાગને સોપાયું

MailVadodara.com - A-three-foot-crocodile-cub-was-caught-in-Kamati-Bagh-and-handed-over-to-the-forest-department


ચોમાસામાં જળચર પ્રાણીઓ જમીન પર આવી જતાં હોય છે. કમાટી બાગમાં આવી ચઢેલા ત્રણ ફૂટના મગરના બચ્ચાને પકડી વન વિભાગને સોંપવામાં આવ્યું હતું.

    ચોમાસાની ઋતુ માં શરીરસૃપ પ્રાણીઓની જમીન પર ચહલપહેલ વઘી જતી હોય છે. શહેરના કમાટી બાગમાં આવી જ રીતે મગરનું એક બચ્ચું વાંદરા ઘર પાસે આવી પહોંચ્યું હતું. મગરના બચ્ચા અંગે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ ને જાણ કરવામાં આવતા સંજયભાઈ રાજપૂત તેમના સાથી કર્મચારીઓ સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતા. તેમને મગરના બચ્ચાને સહી સલામત રીતે ખાડામાંથી બહાર કાઢ્યું હતું. મગર બચ્ચાને બહાર કાઢી વન વિભાગને સોંપવામાં આવ્યું હતું.


Share :

Leave a Comments