ભવિષ્યમાં પૂર અટકાવવા માટે સેન્ટ્રલ વોટર કમિશનની ટીમે વડોદરામાં વિવિધ જળાશયોની મુલાકાત લીધી

વિશ્વામિત્રીમાં પૂર અટકાવવાની તૈયારીઓના ભાગરૂપે ટીમે નિરીક્ષણ કર્યું

MailVadodara.com - A-team-of-Central-Water-Commission-visited-various-reservoirs-in-Vadodara-to-prevent-future-floods

વડોદરામાં માનવસર્જિત પૂરમાંથી માંડ બહાર આવ્યું છે ત્યારે ભવિષ્યમાં પૂર અટકાવવા માટે સરકાર અને તંત્ર પણ સતર્ક છે. જે માટે નિષ્ણાંતની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે. આજે સેન્ટ્રલ વોટર કમિશનની ટીમ આજે વડોદરા આવી હતી. અને તેઓએ વિવિધ જળાશયોની મુલાકાત લીધી હતી. જેની સંગ્રહ શક્તિ સહિતના પાસાઓની ઝીણવટભરી માહિતી એકઠી કરી હતી.

ભવિષ્યમાં પૂર અટકાવવા માટે સરકાર અને તંત્ર પણ સતર્ક વીતેલા બે મહિનામાં ત્રણ વખત વડોદરામાં પૂરની પરિસ્થીતી સર્જાઇ હતી. આ ચોમાસામાં સર્જાયેલી પરિસ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભવિષ્યમાં વડોદરાને પૂરમાંથી ઉગારવા માટે સરકાર પણ ચિંતિત છે અને કમિટીની રચના કરીને તેની તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ કમિટીના સભ્યો દ્વારા બે વખત પાલિકામાં મીટીંગ કરવામાં આવી હતી. આજે ત્રીજી વખત તેઓ વિવિધ જળાશયોની મુલાકાત લીધી હતી.

સેન્ટ્રલ વોટર કમિશન વિભાગ દિલ્હીની ટીમ આજે વડોદરામાં આવી પહોંચી હતી. આ અંગેની માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, વિશ્વામિત્રી નદીમાં જે પૂર આવ્યું તે ફરી ન આવે તે માટે એન્જિનિયરીંગ કક્ષાએ શું સુધારા-વધારા થઇ શકે, તેનો અભ્યાસ કરવા માટે ગુજરાત સરકારે ભારત સરકારના પૂર્વ સચિવ નવલાવાલાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી છે. અને તે કમિટી દ્વારા સેન્ટ્રલ વોટર કમિશનની એક ટીમ વડોદરા ખાતે આવી છે. તેઓ વિશ્વામિત્રી નદી, આજવા સરોવર, પ્રતાપુરા ડેમ, વિવિધ તળાવોની મુલાકાત લીધી હતી. જે કોઇ સુધારા-વધારા ધ્યાને આવશે, તેનું સુચન કરશે. તે માટે ટીમ અહિંયા આજે આવી છે.

Share :

Leave a Comments