પાણીની લાઈનનું કામ અધૂરું મુકી જતા રહેલા કોન્ટ્રાકટરને નોટિસો આપી સંતોષ માણતું તંત્ર

પાલિકાની સોરઠીયાને ધુંટણીયે પડ્યું..?

MailVadodara.com - A-system-that-gives-satisfaction-to-contractors-who-are-leaving-water-line-work-incomplete

- આજવા થી પીવાના પાણીની લાઈન અધૂરી છોડી જતા રહેલા સોરઠીયાને પાલિકાએ 30-30 નોટિસો આપી છે

- સોરઠીયા પર કોના ચાર હાથ..?

- અધિકારીઓ પર સોરઠીયાને બ્લેક લિસ્ટ નહીં કરવા ગાંધીનગરથી દબાણ આવે છે..??


વડોદરા મહાનગર પાલિકાના ખાડે ગયેલા વહીવટમાં કામ અધૂરું છોડી જતા રહેલા કોન્ટ્રાકટરને વહીવટી તંત્ર જાણે ઘૂંટણીયે પડ્યું છે. 30-30 નોટિસો આપ્યા બાદ પણ કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરતા અધિકારીઓના હાથ કેમ ધ્રૂજે છે એ ચર્ચાનો વિષય બન્યો છે.

         વડોદરા મહાનગર પાલિકાને ખોટના ખાડા માં ઉતારી અધૂરું કામ છોડી જતા રહેલા કોન્ટ્રાકટર પર અધિકારીઓ આફરીન હોય તેમ લાગે છે. આજવા સરોવર થી શહેરને પીવાનું પાણી લાવી આપતી ગાયકવાડી શાશનકાળમાં બનાવેલી પાઇપ લાઈન બદલવાનું કામ છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી અધૂરું છે. અધિકારીઓને ગાયકવાડી શાશનકાળ ઇંગ્લેન્ડથી લાવી નાખવામાં આવેલી પાણી ની લાઈન બદલવાનું સૂઝયું. આશરે નવ કિલોમીટર લાંબી પાઇપ લાઈન બદલવાનો રૂપિયા 60 કરોડથી વધુનો કોન્ટ્રાકટ વેલજી રતન સોરઠીયા ને સોંપવામાં આવ્યો. સોરઠીયાએ આ કામ માત્ર 2 કિલોમીટર સુધીની લાઈન નાખી અધૂરું છોડી દીધું. ગત વર્ષે આ કામ પૂરું થઈ જવુ જોઈતું હતું પરંતુ સોરઠીયા કામ અધૂરું મુકી જતો રહ્યો. બે કિલોમીટર ની લાઈન  નાખી સોરઠીયા એ અંદાજે 12 કરોડ પણ પાલિકા પાસેથી મેળવી લીધા છે. પાલિકાના અધિકારીઓએ સોરઠીયાને એક પછી એક કરી 30 જેટલી નોટિસો આપી, પરંતુ સોરઠીયાએ પાલિકાની નોટિસો નો જવાબ આપવાનું શુદ્ધા મુનાસીફ માન્યું નહીં. જો કે પાલિકાના અધિકારીઓએ જાણે સોરઠીયાની શરણગતી સ્વીકારી લીધી હોય એમ બ્લેક લિસ્ટ કરવાની હિમ્મત ના કરી. અધિકારીઓ કેમેરા સામે કાંઈ પણ બોલવા તૈયાર નથી. હા, એટલું જરૂર કહે છે કે અમે પ્રોસિઝર કરી રહ્યા છે. અમે જયારે મેયર નિલેશ રાઠોડ ને પૂછ્યું તો તેમણે આ અંગે તપાસ કરી કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

     30-30નોટિસો આપ્યા બાદ પણ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની રાહ જોવાતી હોય તો કોંગ્રેસ સવાલો ઉઠાવે એ સ્વભાવિક છે. કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસત્વનું કહેવું છે કે પ્રજાના પ્રાણ પ્રશ્નોમાં ઢીલાશ ના દાખવાય. કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ. 

    પાલિકાના ખાડે ગયેલા વહીવટ સામે સૌથી મોટો સવાલ એ છે કે નોટિસ આપવાનો વિક્રમ સર્જી અધિકારીઓ કોન્ટ્રાકટરને અત્યાર સુધી બ્લેક લિસ્ટ કેમ ના કર્યો  ? શું સોરઠીયા પાલિકાના નીતિ નિયમો થી ઉપર છે ? શું સોરઠીયાને બ્લેક લિસ્ટ નહીં કરવા અધિકારીઓ પર ગાંધીનગર થી  દબાણ આવી રહ્યું છે ?

શું વડોદરાના શાસકોએ સોરઠીયા સામે શરણાગતિ સ્વીકારી લીધી છે ?

   આવા સવાલોના જવાબો પાલિકાના કહેવાતા સ્માર્ટ શાસકો અને સ્માર્ટ અધિકારીઓ પાસે નથી.

Share :

Leave a Comments