તાંદલજામાં કોમ્પલેક્ષના પાર્કિંગમાં આવેલ મીટરમાં અચાનક આગ લાગી, 6 ટુ-વ્હીલર બળીને ખાખ

યોગી કુટીર પાસે આવેલ પુનિત કોમ્પ્લેક્સના બી-ટાવરના પાર્કિંગમાં આગ લાગી

MailVadodara.com - A-sudden-fire-breaks-out-in-a-meter-in-the-parking-lot-of-a-complex-in-Tandalja-6-two-wheelers-get-gutted

- ફાયર વિભાગ તાત્કાલિક ન પહોંચ્યું હોત તો કદાચ આ આગ પાસે રહેલ ફર્નિચરના ગોડાઉનમાં પ્રસરી હોત અને મોટું નુકસાન થાત


વડોદરા શહેરમાં દિવસ ભર નાના-મોટા આગના બનાવો સામે આવતા હોય છે. આજે સવારે શહેરના તાંદલજા વિસ્તારમાં યોગી કુટીર પાસે આવેલ પુનિત કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આવેલ મીટરમાં અચાનક આગનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં પાર્કિંગમાં રહેલ 6 ટુ- વ્હીલર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવને લઇ ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.


શહેરના તાંદલજા વિસ્તારમાં યોગી કુટીર પાસે આવેલ પુનિત કોમ્પ્લેક્સના બી-ટાવરના પાર્કિંગમાં આવેલ મીટરમાં આગ લાગી હતી. આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરને કોલ મળતાની સાથે તાત્કાલિક વડીવાડી અને ભાયલી ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ આગ મીટર પાસે રહેલ ટુ- વ્હીલરમાં ફેલાઈ હતી. જેમાં 6 ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા. ફાયરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પાર્કિંગમાં રહેલ કેટલોક ફર્નિચરનો સમાનમાં પણ નજીવું નુકસાન થયું હતું.


આ બનાવ અંગે ફાયર વિભાગ દ્વારા વીજ કંપનીના કર્મચારીઓને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે આવી વીજ પુરવઠો બંધ કર્યો હતો. આ બનાવને લઇ કોમ્પલેક્ષમાં લગાવેલ સીસીટીવી કેમેરા પણ બળીને ખાખ થઈ ગયા હોવાની વિગતો સામે આવી છે. પાર્કિંગ પાસે સોફાનું ગોડાઉન હતું અને ફર્નીચરનો કેટલાક સામાનને નજીવું નુકસાન પહોંચ્યું છે.


આ બનાવ અંગે સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો આ આગના બનાવમાં ફાયર વિભાગ તાત્કાલિક ન પહોંચ્યું હોત તો કદાચ આ આગ પાસે રહેલ ફર્નિચરના ગોડાઉનમાં પ્રસરત અને મોટું નુકસાન થવાની સંભાવનાઓ હતી. જોકે, ફાયર વિભાગના જણાવ્યાં અનુસાર શોર્ટસર્કિટ ફર્નિચરની દુકાનની પાછળ થયું હોવાનું જણાવ્યું છે. સદનસીબે આ બનાવમાં મોટી જાનહાનિ થઈ નથી.

Share :

Leave a Comments