ધોરણ-12માં નાપાસ થયા બાદ ઘરેથી નિકળી ગયેલો વડોદરાનો વિદ્યાર્થી કોલકત્તાના ગુરુદ્વારામાંથી મળ્યો

ટ્યુશન ક્લાસમાં જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો, દીકરો મળી જતાં પરિવારને હાશકારો

MailVadodara.com - A-student-from-Vadodara-who-left-home-after-failing-in-class-12-was-found-in-a-gurudwara-in-Kolkata

ધો.12 સાયન્સમાં નાપાસ થયા બાદ ઘર છોડીને ચાલ્યો ગયેલો વિદ્યાર્થી કોલકત્તાના ગુરૂદ્વારામાંથી મળી આવ્યો છે. જેથી મકરપુરા પોલીસની ટીમ અને વિદ્યાર્થીના માતા-પિતા તેને લેવા માટે કોલકત્તા પહોંચી ગયા છે. ગતસાંજે ફ્લાઇટમાં વિદ્યાર્થીને લઇને અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને રાત્રે તેને લઇને વડોદરા આવશે.

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા દિપકભાઈ (નામ બદલેલ છે)નો એકનો એક પુત્ર ધોરણ 12 સાયન્સના પરિણામમાં બે વિષયમાં નાપાસ થતા અચાનક તે ઘરેથી ટ્યુશન ક્લાસમાં જવાનું કહી નીકળી ગયો હતો. બાદમાં ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા અને આ બાબતની જાણ પોલીસને કરી હતી. જો કે, આ અંગે પરિવારજનોએ સંબંધીઓને ફોન કરતા કોઈપણ જગ્યાએથી પુત્રની ભાળ મળી નહોતી. દીકરો મકરપુરાની સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને ધોરણ 12 સાયન્સમાં બે વિષયમાં નાપાસ થતાં પોતે ઘર છોડીને ચાલ્યો ગયો છે. તે ઘરેથી ક્લાસમાં જવાનું કહીને નીકળ્યો હતો. ત્યારબાદ તે પરત ન ફરતા અમે તપાસ કરી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરી અને તેનું એક્ટિવા રેલવે સ્ટેશનથી મળી આવતા રેલવે સ્ટેશનના સીસીટીવી ચેક કર્યા હતા. સીસીટીવી ચેક કરતા પશ્ચિમ એક્સપ્રેસમાં બેસીને મુંબઇ તરફ ગયો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. બાદમાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન વિદ્યાર્થી મુંબઇથી ટ્રેનમાં બેસીને કોલકત્તા પહોંચી ગયો હતો. જ્યાં તે ગુરુદ્વારામાં રહેવા ગયો હતો. જ્યાં તેને કોઇને તેની મમ્મીનો નંબર આપ્યો હતો અને ફોન કરવા કહ્યું હતું. જેથી તેઓએ વિદ્યાર્થીની મમ્મીને ફોન કર્યો હતો. જેથી પરિવારજને જાણ થતાં મકરપુરા પોલીસ સાથે કોલકત્તાના ગુરુદ્વારામાં પહોંચી ગયા છે અને ગત રાત્રે વિદ્યાર્થીને લઇને વડોદરા આવી પહોંચી હતી.

મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એન. પરમારે જણાવ્યું હતું કે, યુવક ગુમ થયો ત્યારેથી મકરપુરા પોલીસની ટીમ સતત કામે લાગી હતી અને મુંબઇ સુધી તપાસ કરી હતી. મુંબઇ પોલીસ કમિશનરનો પણ અમને સારો સહકાર મળ્યો હતો. યુવક કોલકત્તામાં હોવાની માહિતી મળતા આજે સવારે 3 વાગ્યે અમારી ટીમ અને યુવકના માતા-પિતા ત્યાં પહોંચી ગયા હતા. અમારી ટીમ યુવકને લઇને વડોદરા આવી પહોંચી હતી.

Share :

Leave a Comments