વડોદરાના તપોવન સર્કલ પાસે તસ્કરે ચોરી કરવાના ઇરાદે BOB બેંકનું ATM તોડવાનો પ્રયાસ કર્યો પણ ન તૂટ્યું

જવાહરનગર પોલીસ સ્ટેશન હદમાં આવેલા બેંકના ATMને તોડવાનો પ્રયાસ

MailVadodara.com - A-smuggler-tried-to-break-a-BOB-Bank-ATM-near-Tapovan-Circle-in-Vadodara-with-intent-to-steal-but-failed

- તસ્કરે ATM તોડવાનો પ્રયાસ કરતાં ATMને નુકસાન પહોંચ્યું

- બેંકમાં હેડ તરીકે ફરજ બજાવતા કર્મીએ ફરિયાદ નોંધાવતા CCTV આધારે તપાસ શરૂ

વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશન હદમાં આવેલા બેંકના ATMને તોડવાનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. આ મામલે બેંકમાં હેડ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે.

શહેરના અકોટામાં રહેતા અને બેંક ઓફ બરોડામાં બ્રાંચ હેડ તરીકે ફરજ બજાવતા રૂપેશકુમાર પંકજ શ્રીહરીનંદન પ્રસાદ કુશવાહએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ હતી કે, હું આઈ.પી.એસી.એલ. ક્વાટર્સ તપોવાન મંદીર પાસે આવેલ બેંક ઓફ બરોડામાં બ્રાંચમાં હેડ તરીકે નોકરી કરું છું. અમારી આ બેંકની બાજુમાં જ ATM છે. ગઇ તારીખ 12ના રોજ સવારના હું મારા નિયમિત સમય મુજબ મારી નોકરી પર આવ્યો હતો અને ત્યારબાદ નોકરી પૂર્ણ કરી ઘરે ગયો હતો.

તા.13ના રોજ હું મારા નિયમિત સમયે નોકરી પર આવ્યો હતો, ત્યારે અમારી બેંક ઓફ બરોડા પાસે આવેલું ATM પાસે બેંક કર્મચારીઓ અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ATMની (ક્યુ.આર.ટી.) ટીમમાંથી ઇકબાલ મોહમ્મદ અમીન રાઠોડ ત્યાં હાજર હતા. ઇકબાલ મોહમ્મદ અમીન રાઠોડે મને જણાવ્યું કે, ચોરી કરવા માટે ATM ખોલવાની કોશિશ કરી ATMને નુકસાન પહોંચ્યું છે. પરંતુ ATMમાંથી પૈસાની ચોરી થઈ નથી, ત્યારબાદ અલ્કાપુરી આવેલી અમારી હેડ ઓફિસથી ATN ખોલવાની કોશીષ કરી ATMને નુકસાન પહોંચાડે તે અંગેના CCTV ફૂટેજ મંગાવ્યા હતા. CCTV ફૂટેજ જોતા ગઈ તા.13ના રોજ રાત્રીના 1.46 વાગે ચોરે મોઢા પર રૂમાલ બાંધીને બેંક પાસે આવી ATMનું શટર ખોલ્યું હતું, ત્યારબાદ ચોર અંદર આવે છે અને ATMનું શટર બંધ કરે છે. બાદમાં તે ATM ખોલવાની કોશીષ કરીને નુકસાન પહોંચાડે છે, ત્યારબાદ ATMનું શટર ખોલીને ત્યાંથી જતો રહે છે. આ અંગે અમે રીજનલ ઓફિસને જાણ કરી હતી અને ત્યારબાદ આ અંગે પોલીસ ફરિયાદ આપી છે.

Share :

Leave a Comments