આસોજ ગામની સીમમાં પત્નીની હત્યા કરી ફરાર થયેલા પતિનો સ્કેચ બનાવી શોધખોળ હાથ ધરી

આરોપીની ખબર આપનારને મંજુસર પોલીસ તરફથી ઇનામ આપવાની જાહેરાત કરી

MailVadodara.com - A-sketch-was-made-of-the-husband-who-escaped-after-killing-his-wife-in-the-vicinity-of-Asoj-village-and-carried-out-a-search

- ખેતરમાં રહેતા અને ખેતમજૂરી કરતા પતિએ પત્નીના માથામાં લાકડીનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી, હત્યારા પતિના કોઇ સગડ ન મળતાં સ્કેચ તૈયાર કર્યો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આસોજ ગામની સીમમાં ખેતરમાં રહેતા અને ખેતમજૂરી કરતા પતિએ પત્નીના માથામાં લાકડીનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્નીની હત્યા કરી ફરાર થઇ ગયેલા પતિનો મંજુસર પોલીસે સ્કેચ તૈયાર જારી કરી શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, સાવલી તાલુકાના આસોજ ગામમાં મનુભાઇ સોમાભાઇ પટેલનું ખેતર આવેલું છે. આ ખેતરમાં પંચમહાલ જિલ્લાના જાંબુડી ગામનો વતની વિક્રમ ચંદુભાઇ નાયક ઘટનાના પાંચ દિવસ પહેલાં તેની પત્ની સાથે રહેવા આવ્યો હતો અને ખેતમજૂરી કરતો હતો. ઉતરાયણના દિવસે કોઈ કારણોસર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં રોષે ભરાયેલા પતિ વિક્રમ નાયકે પત્નીના માથામાં વાસના લાકડીનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ મંજુસર પોલીસને થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

આસોજ ગામની સીમા બનેલા હત્યાના આ બનાવે આસોજ ગામમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. મંજુસર પોલીસે છાણીમાં રહેતા ખેતર માલિક મનુભાઈ પટેલની ફરિયાદના આધારે હત્યારા વિક્રમ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, હત્યારા પતિના કોઇ સગડ ન મળતાં પોલીસે તેનો સ્કેચ તૈયાર કરી શોધખોળ શરૂ કરી છે. તે સાથે પોલીસે માહિતી આપનારને ઇનામ આપવાની જાહેરાત કરી છે. હત્યારો ઝડપાયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવે એવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ વોન્ટેડ આરોપી સાકરદા, મીરસાપુરા, છણી, પદમલા, દુમાડ, નંદેસરી, સોખડા, આજોડ, સિસવા, મિરસાપુરા અને રણોલીની સીમ વિસ્તારમાં ફરી રહ્યો છે.

Share :

Leave a Comments