સંસદમાં હોબાળો મચાવનાર વિરોધ પક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં

લોકશાહી બચાવોના શિર્ષક હેઠળ રાષ્ટ્રવ્યાપી ધરણાંના એલાનના પગલે કાર્યક્રમ યોજ્યો

MailVadodara.com - A-sit-in-by-the-city-Congress-against-the-suspension-of-opposition-MPs-who-created-a-ruckus-in-Parliament

- સંસદમાં હોબાળો મચાવનાર અને ઉપરાષ્ટ્રપતિનું અપમાન કરનાર લોકસભામાં ૩૩ અને રાજ્યસભામાંથી ૪૫ સાંસદો સહિત ૧૪૨ વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરાયા છે

વડોદરા શહેર પોલીસ દ્વારા કોંગ્રેસના ધરણાંને મંજૂરી નહીં આપવા છતાં કાર્યક્રમ યોજતા કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષી નેતા સહિત હોદ્દેદારો-કાર્યકરોની અટકાયત કરાઇ


સંસદમાં હોબાળો મચાવનાર કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના 142 સાંસદોને સસ્પેન્ડ કરાતા દેશભરમાં શરૂ થયેલા આંદોલનના ભાગરૂપે વડોદરામાં મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે શહેર પોલીસ દ્વારા આ કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી નથી.



લોકશાહી પરના અભૂતપૂર્વ હુમલામાં કેન્દ્રની ભાજપ સરકારે આઘાતજનક રીતે સંસદના શિયાળુ સત્રમાં સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં ૩૩ અને રાજ્યસભામાંથી ૪૫ સાંસદો સહિત ૧૪૨ વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. જેના ભાગરૂપે આજે વડોદરા શહેરના મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં કાર્યક્રમ શરૂ કરાયો હતો. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા અમી રાવત, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ રબારી સહિત કાઉન્સિલરો તથા અન્ય અગ્રણીઓ અને કોર્પોરેટરો સહિત મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. જેમાં મોટાભાગના તમામ કાર્યકરો અને હોદ્દેદારો સહિત કોર્પોરેટરોના હાથમાં વિવિધ પ્રકારો હતા જેમાં લોકતંત્ર બચાવો અને લોકશાહી બચાવો જેવા સૂત્રો લખ્યાં હતા. આ ધરણાં કાર્યક્રમ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. 


પોલીસની મંજૂરી સિવાય થયેલા આ કાર્યક્રમ કેટલો સમય ચાલુ રહે છે એ એક પ્રશ્નાર્થ છે. આ ઉપરાંત પણ આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે આંદોલન ચાલુ રહેશે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું. આ ધરણાં પ્રદર્શનના કાર્યક્રમ દરમિયાન પોલીસે પ્રમુખ ઋત્વિજ જોષી-અમી રાવત સહિત હોદ્દેદારો-કાર્યકરોની અટકાયત કરતા રોષની લાગણી વ્યાપી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદમાં હોબાળો મચાવનાર અને ઉપરાષ્ટ્રપતિનું અપમાન કરનાર મળીને કુલ 142 જેટલા કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેથી રોષે ભરાયેલા આ તમામ સાંસદો સંસદ બહાર ધરણાં કાર્યક્રમ કરી રહ્યા છે. પરિણામે દેશભરમાં વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Share :

Leave a Comments