આસોજ ગામની ખાનગી કંપનીમાં નોકરી કરતા સિક્યુરિટી જવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી 22 વર્ષીય દિકેશ યાદવ મજૂરી કામ માટે આવ્યો હતો

MailVadodara.com - A-security-guard-working-in-a-private-company-in-Asoj-village-committed-suicide-by-hanging-himself

- યુવકે અગમ્ય કારણોસર પોતાની રૂમના સિલીગ ફેનના પંખા પર કપડાં સુકવવાની દોરીથી ફાંસો ખાઈ લીધો હતો, ોલીસે ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવતા આસોજ ગામમા રહેતા અને ખાનગી કંપનીમાં સિક્યુરિટી જવાન તરીકે ફરજ બજાવતા મૂળ ઉત્તરપ્રદેશના 22 વર્ષીય યુવકે પ્લાસ્ટીકની દોરીથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે જરોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી મજૂરી કામ માટે આવ્યો હતો. દિકેશ જગભાનસિહ યાદવ (ઉં.વ. 22) જેઓ આસોજ નજીક આવેલ પોલીકેબ કંપનીના સિક્યોરિટી વિભાગમાં નોકરી કરતો હતો. આસોજ ગામના દરજી ફળીયાના મકાનમાં ભાડેથી રહેતો દિકેશ આસોજ નજીક કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આ દરમિયાન અગમ્ય કારણોસર પોતાની રૂમના સિલીગ ફેનના પંખા પર કપડાં સુકવવાની દોરીથી ફાંસો ખાઈ લીધો હતો. આ બનાવની જાણ મકાન માલિક વિક્રમભાઇ કંચનભાઇ રાઠવાને થતાં તેઓ પોતાના ભાડે આપેલ રૂમ પર દોડી આવ્યા હતા. રૂમમાં જોતા દિકેશની પંખા પર લટકતી લાશ જોઇ ચોંકી ઉઠ્યા હતા. લાશને નીચે ઉતારીને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ દ્વારા જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં તબીબોએ દિકેશ રાઠવાને મૃત જાહેર કર્યો હતો.

બીજી બાજુ આ બનાવવાની જાણ જરોદ પોલીસને કરાતા જરોદ પોલીસ પણ હોસ્પિટલ પહોંચી ગઇ હતી અને લાશનો કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દિકેશ રાઠવાએ ક્યાં કારણસર આપઘાત કર્યો તે રહસ્ય છે. પોલીસે ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments