વડોદરા સેન્ટ્રલ જેલમાં વાયરમેનનું કામ કરવા બહાર નીકળેલો પાકા કામનો કેદી ફરાર

સેન્ટ્રલ જેલના જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, કેદીની શોધખોળ શરૂ

MailVadodara.com - A-seasoned-convict-escaped-to-work-as-a-wireman-in-Vadodara-Central-Jail

- વડોદરા સેન્ટ્રલ જેલનો પાકા કામનો કેદી જશવંતભાઈ ઉર્ફે ભુરીયો કુબેરભાઈ પરમાર (ઉ. 35) સેન્ટ્રલ જેલમાં વાયરમેન તરીકેની કામગીરી કરતો હતો

વડોદરા સેન્ટ્રલ જેલમાં વાયરમેનનું કામ કરવા બહાર નીકળેલો પાકા કામનો કેદી જેલમાં પરત ન આવીને ફરાર થઈ ગયો હતો. આ મામલે જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે રાવપુરા પોલીસે કેદીની શોધખોળ શરૂ કરી છે.

વડોદરા સેન્ટ્રલ જેલના જેલર નિતિનભાઈ જી. પાટીલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.07/12/2024ના રોજ મારી ફરજ ડયુટી જેલર તરીકે હતી, ત્યારે જેલના પાકા કેદી જશવંતભાઈ ઉર્ફે ભુરીયો કુબેરભાઈ પરમાર (ઉ. 35) વડોદરા સેન્ટ્રલ જેલમાં વાયરમેન તરીકેની કામગીરી કરતો હતો. જેલ સિપાઈ દિલીપભાઈ એ. વાળા દ્વારા બહાર વાયરમેનની મદદમાં કામગીરી માટે જેલ બહાર કાઢવામાં આવ્યો હતો, ત્યારબાદ કેદી કલાકે પરત આવ્યો હતો. ત્યારબાદ ફરી આરોપી જેલ બહાર ગયો હતો અને વાયરમેન સિપાઈ દ્વારા કેદીને લેટ બંધી અંગે ચીઠ્ઠી આપવામાં આવી હતી. જે બાદ કેદીને જેલમાં પરત જમા કરાવવાનો હોવાથી વાયરમેન સિપાઈ દિલીપભાઈ એ. વાળાએ વાયરમેન રૂમ ખાતે તેમજ જેલ કેમ્પસમાં તમામ જગ્યાએ શોધખોળ કરી હતી. તેમ છતાં કેદી મળ્યો નહોતો, જેથી તેમણે જેલબંધી બાદ રીપોર્ટ આપ્યો હતો કે, પાકા કામનો કેદી જશવંતભાઇ ઉર્ફે ભુરીયો કુબેરભાઈ પરમાર જેલમાં પરત આવ્યો નથી તથા શોધખોળ કરવા છતા જેલ કેમ્પસમાં મળી આવ્યો નથી.

આરોપી જેલમાં મળી ન આવતા જેલના અન્ય કર્મચારીઓએ જેલ કેમ્પસમાં શોધખોળ કરી હતી, પરંતુ કેદી મળી આવ્યો ન હતો. જેથી પાકા કામનો કેદી ભાગી ગયો હોવાનું જણાઈ આવતા જેલરે કેદી ભાગી જવા અંગે પોલીસ ફરીયાદ દાખલ કરી છે. રાવપુરા પોલીસે કેદીની શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments