શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધારવા સાયન્સ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું

સ્પર્ધાનું આયોજન માર ગ્રેગોરિયસ મેમોરિયલ શાળા દ્વારા કરાયું હતું

MailVadodara.com - A-science-quiz-competition-was-organized-to-increase-the-interest-towards-science-among-the-students-studying-in-the-school

- આજે યોજાયેલ 34મી સાયન્સ કવિઝ સ્પર્ધામાં વડોદરા, આણંદ, હાલોલ તથા અંકલેશ્વરની ૨૬ શાળાની 52 ટીમના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો


શહેરની શાળાના બાળકો વિજ્ઞાનમાં રુચિ લેતા થાય અને કેરિયર બનાવે તે માટે  સી.સી. મહેતા  સભાગૃહ ખાતે 34મી રિલાયન્સ આંતર શાળાકીય  સાયન્સ ક્વિઝ સ્પર્ધાનું આયોજન માર ગ્રેગોરિયસ મેમોરિયલ શાળા દ્વારા કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરની શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે અને તેમનામાં વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થાય તેવો ઉમદા હેતુથી ક્વિઝ સ્પર્ધા યોજાતી હોય છે. આજે યોજાયેલ 34મી સાયન્સ કવિઝ સ્પર્ધામાં વડોદરા, આણંદ, હાલોલ તથા અંકલેશ્વરની ૨૬ શાળાની કુલ 52 ટીમ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાયન્સ ક્વિઝ સ્પર્ધાનું સંચાલન ક્વિઝ માસ્ટર ડૉ.રક્તિમ મુખર્જી દ્વારા કરવામાં આવ્યુ હતું.


આ સ્પર્ધા બે વિભાગમાં યોજાઈ હતી.સાયન્સ ક્વિઝ જુનિયર વિભાગમાં ધોરણ ૫ થી ૮ તથા સિનિયર વિભાગમા ધોરણ ૯ થી ૧૨ના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જુનિયર વિભાગમાંથી  સંત કબીર ઇન્ડિયન ઇન્ટરનેશનલ શાળા નાં પ્રથમ પટેલ તથા આદિત્ય મિશ્રા પ્રથમ ક્રમે તથા  આણંદની આનંદાલય  શાળાનાં ધ્યાન ઋત્વિક ત્રિવેદી તથા એેતાક્ષ રાજ દ્રિતીય ક્રમે વિજેતા થયા હતા. જ્યારે સિનિયર વિભાગમાં આનંદ વિદ્યા વિહાર શાળા નાં આદિત છાયા તથા હેત પેથાની પ્રથમ ક્રમે તથા નાલંદા ઈન્ટરનેશનલ શાળાના પ્રથમ શાહ તથા આર્યન કુલકર્ણી દ્રિતીય ક્રમે વિજેતા થયા હતા. સ્પર્ધામાં પ્રથમ વિજેતા થયેલ શાળાને રોલીંગ ટ્રોફી અને પ્રથમ તથા દ્વિતીય વિજેતા ટીમને રોકડ ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા.

Share :

Leave a Comments