ખટંબા ગામમાં બેરલમાં લાકડાંના વ્હેરમાં છુપાવેલો દારૂ-બીયરનો જથ્થો મળ્યો, બે શખ્સ વોન્ટેડ જાહેર

વડોદરા જિલ્લા પોલીસે બાતમી આધારે શંકરપુરા ગામમાં દરોડો પાડ્યો હતો

MailVadodara.com - A-quantity-of-liquor-beer-hidden-in-a-barrel-in-a-wooden-shed-was-found-in-Khatamba-village-two-persons-were-declared-wanted

- પોલીસે કુલ રૂપિયા ૨.૦૨ લાખ કિંમતની ૨૦૮૦ નંગ બોટલ તેમજ ટીન કબજે કર્યા


વડોદરા શહેર નજીક ખટંબા ગામે એક ખંડેર ઓરડીમાં રાખેલા બેરલોમાં લાકડાના વહેરની અંદર છુપાવીને રાખેલ દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપાતા પોલીસે કબજે કરી નામચીન બૂટલેગર વિપુલભાઇ ચાવડા સહિત બે ફરાર શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગેની વિગત એવી છે કે જિલ્લા પોલીસને માહિતી મળી હતી કે, શંકરપુરા ગામમાં રહેતો વિપુલ જશવંતસિંહ ચાવડા તેમજ ખટંબામાં રહેતો કનુભાઇ ભાઇલાલ ઠાકરડા બંને દારૂનો જથ્થો લાવીને કનુભાઇ ઠાકરડાની ખંડેર આવાસની ઓરડીમાં છુપાવ્યો છે. આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતાં કશું મળ્યું ન હતું પરંતુ ઓરડીમાં મૂકેલા લોખંડના સાત બેરલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.


બેરલોમાં લાકડાનો વહેર જણાયો હતો અને આ વ્હેરમાં તપાસ કરતાં વિવિધ બ્રાંડની દારૂની બોટલો તેમજ બીયરના ટીન જણાયા હતાં. પોલીસે કુલ રૂપિયા ૨.૦૨ લાખ કિંમતની ૨૦૮૦ નંગ બોટલ તેમજ ટીન કબજે કર્યા હતાં. સ્થળ પર વિપુલભાઇ ચાવડા અને કનુભાઇ ઠાકરડા બંને નહી મળતાં પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી બંનેની શોધખોળ હાથ ધરી છે.

Share :

Leave a Comments