છ મહિના પહેલાં બનાવેલો રોડ તોડીને રૂપિયા 6.63 કરોડના ખર્ચે ડ્રેનેજની કામગીરી કરવા દરખાસ્ત રજૂ

પ્રેમદાસ જલારામ હોસ્પિટલથી ઓડનગર નાળા સુધી ગટર લાઈનનું કામ કરવાનું છે

MailVadodara.com - A-proposal-was-presented-to-demolish-the-road-built-six-months-ago-and-carry-out-drainage-work-at-a-cost-of-Rs-6-63-crore

- દરખાસ્ત નામંજુર કરી રીટેન્ડરીંગ કરવા વિપક્ષની માંગણી

રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને શહેરી વિકાસના કામો માટે 2084 કરોડના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ બે દિવસ પહેલાં ગાંધીનગર ખાતે યોજાયો હતો, ત્યારે મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે, શહેરમાં પહેલા રોડ બનાવવામાં આવે છે અને પછી ગટરના નામે રોડ તોડી નાખવામાં આવે છે, આવું ચલાવી નહીં લેવાય.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રેમદાસ જલારામ હોસ્પિટલથી ઓડનગર નાળા સુધી 6.63 કરોડના ખર્ચે ગટર લાઈનનું કામ કરવાનું છે, તેમાં થોડા વખત પહેલાં જ બનાવેલો રોડ તોડવો પડે તેમ છે.

વિરોધ પક્ષ કોંગ્રેસે આ અંગે કહ્યું છે કે, મુખ્યમંત્રીની ટકોરને પણ સત્તા પક્ષ ઘોળીને પી જાય છે, અને આ તેનું ઉદાહરણ છે. કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ સમિતિની બેઠક મળનાર છે, ત્યારે સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષને પત્ર લખીને વિપક્ષે જણાવ્યું છે કે, ડ્રેનેજની લાઈન જે રોડ ઉ૫ર નાંખવામાં આવી રહી છે, ત્યાં 6 મહિના અગાઉ નવા રોડનું કામ હાથ ઘરવામાં આવેલું હતું. તા.23-6-2023ના રોજ ડ્રેનેજના કામના ટેન્ડર ખુલી ગયા હતા, તો પછી ડ્રેનેજ લાઈન નાંખ્યા પછી રોડનું કામ કેમ કરવામાં આવ્યુ નહીં તે સવાલ કર્યો છે.

સંકલનના અભાવે હવે આ નવો બનેલ રોડ તૂટશે અને રોડના કોન્ટ્રાક્ટરને જવાબદારી અંગેની શરતમાંથી છટકબારી મળશે. હવે આના માટે જવાબદાર કોણ? આ રોડનો ખર્ચ માથે પડશે. એટલું જ નહીં ડ્રેનેજની કામગીરીની વેલીડીટી સપ્ટેમ્બર-2023માં પુર્ણ થઈ ગઈ હોવાથી સીવીસીની ગાઇડ લાઇન વિરૂદ્ધ હોઇ દરખાસ્ત નામંજુર કરી રીટેન્ડરીંગ કરવામાં માંગણી કરી છે.

Share :

Leave a Comments