શહેરને પૂરથી બચવા માટે જાણકાર વ્યક્તિઓની કમિટી બનાવવા જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત

શહેર કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું

MailVadodara.com - A-proposal-has-been-made-to-the-district-administration-to-form-a-committee-of-knowledgeable-individuals-to-save-the-city-from-floods

- કોંગ્રેસ દ્વારા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી એરપોર્ટને સર સયાજીરાવ ગાયકવાડ નામ આપવાની માગ કરી

શહેરમાં પૂરને લીધે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું અને પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે ગ્રામ્ય તથા વડોદરા શહેરના વિસ્તારના પાણીના નિકાલ માટે જાણકાર વ્યક્તિઓની તથા આપના વિભાગ અને પાલિકાના વિભાગની કમિટી બનાવવા શહેર કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આજે કોંગ્રેસ દ્વારા સર સયાજીરાવગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી એરપોર્ટને સર સયાજીરાવ ગાયકવાડ નામ આપવાની માગ કરી છે.


શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી અને વડોદરા કોર્પોરેશનના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વડોદરા શહેરનો વિસ્તાર દિવસે દિવસે વધતો જાય છે અને શહેરની બાજુમાં વડોદરા તાલુકાના સોખડા, આજોડ તથા સીસવા ગામ આવેલા છે. જેમાં સીસવા ગામનું તળાવ ફાટે તો તે પાણી છાણી ગામમાં તથા આજુ બાજુના વિસ્તારમાં આવશે. જેનાથી શહેરમાં નવા વિસ્તારોમાં પાણી આવશે અને મોટા પક્ષે નિકાલ અલગથી કરવામાં આવે અને શહેરના વિસ્તારનો પાણીનો નિકાલ અલગથી કરવામાં આવે જેથી શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું અટકાવાય છે. શહેરમાં પૂરની સ્થિતિને પહોંચીવડવા માટે ભૂકી કાંસને ડાઇવર્ટ કરવાની કામગીરી ચાલુ કરેલ છે જે તદ્દન ખોટું થઈ રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભૂખી કાંસને ડાઇવર્ટ કરવાથી નવા વિસ્તારોમાં પાણી આવશે, જે પ્રજાના રૂપિયાનો વ્યય થાય છે. ભૂખી કાંસ ઉપરના ગેરકાયદેસર બિન અધિકૃત દબાણો દૂર કરવાની જરૂર છે એવી અમારી માગ છે.


શહેરને પૂરથી બચવા માટે જાણકાર વ્યક્તિઓની પ્રજામાંથી એક કમિટી બનાવવામાં આવે અને જિલ્લા કલેક્ટર અને પાલિકાના વિભાગની એક જોઈન્ટ કમિટીની રચના કરવામાં આવે અને બંને કમિટી દ્વારા અભ્યાસ કરવામાં આવે ત્યાર પછી જ ભૂકી કાંસ તથા અન્ય કામકાજ કરવામાં આવે તેવી માગ કરતું આવેદનપત્ર આજે જિલ્લા વહીવટી તંત્રને આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આજે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, વડોદરા કોર્પોરેશનના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા સયાજી ગંજ ખાતે આવેલી સર સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતી નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને સર સયાજીરાવ ગાયકવાડ અમર રહોના નારા લગાવ્યા હતા. પોસ્ટરો-બેનરોમાં વડોદરા એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ આપવાની માગ કરવામાં આવી હતી.

શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી અને વડોદરા કોર્પોરેશનના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વડોદરા એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ આપવાની માગ કરી હતી.

Share :

Leave a Comments