બે જુદી-જુદી હત્યા કેસમાં સજા ભોગવતો અને પેરોલ પર છૂટી ફરાર થયેલો કેદી ઝડપાયો

અમદાવાદ અને વડોદરામાં થયેલી હત્યા કેસમાં આરોપી આજીવન સજા ભોગવતો હતો

MailVadodara.com - A-prisoner-serving-sentence-in-two-separate-murder-cases-and-released-on-parole-has-been-arrested

- અમદાવાદનો આરોપી ઇરફાન ઉર્ફે રાકેશ પરમાર વડોદરાના સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠામાં છુપાયો હોવાની માહિતી મળતાં ક્રાઇમ  બ્રાન્ચે તેને ઝડપી પાડયો હતો

અમદાવાદ અને વડોદરામાં થયેલી હત્યાના જુદા-જુદા બે બનાવમાં આજીવન સજા ભોગવતો કેદી પેરોલ પર છૂટયા બાદ વડોદરામાં છુપાયો હોવાની માહિતી મળતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સાબરમતી જેલમાં મોકલવા તજવીજ કરી હતી.


અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં વર્ષ-૧૯૯૮માં થયેલી હત્યાના બનાવમાં પકડાયેલા ઇરફાન ઉર્ફે રાકેશ આલમભાઇ પરમાર (રહે. જમાલપુર ચાર રસ્તા પાસે, શાહ અબ્બાસની ચાલી, અમદાવાદ)ને આજીવન કેદ થતાં સાબરમતી જેલમાં સજા ભોગવતો હતો. આ કેદીને તા.૭-૯-૨૦૨૪ના રોજ ૧૪ દિવસના પેરોલ પર છોડયા બાદ તે ફરાર થઇ ગયો હતો. ઇરફાન ઉર્ફે રાકેશ વડોદરાના સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠામાં છુપાયો હોવાની માહિતી મળતાં ક્રાઇમ  બ્રાન્ચે તેને ઝડપી પાડયો હતો. કેદી રાકેશે આવી જ રીતે વર્ષ-૨૦૧૬માં પેરોલ પર છૂટયા બાદ ભાગી ગયો હતો અને વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક મહિલાના પુત્રની હત્યા કરી હતી.આ કેસમાં પણ તેને આજીવન કેદ થઇ હતી. તેની સામે અગાઉ પણ સરકારી કર્મચારી પર હુમલા, મારામારી, જેલના નિયમનો ભંગ જેવા સાત ગુના નોંધાયા હતા.

Share :

Leave a Comments