સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલો કેદી રાત્રે જાપ્તાના કર્મચારીને ચકમો આપી ફરાર

અમદાવાદના આરોપી કિરણને પાસા હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલમાં લવાયો હતો

MailVadodara.com - A-prisoner-admitted-to-Sayaji-Hospital-for-treatment-evaded-the-confiscation-officer-at-night-and-escaped


અમદાવાદના આરોપીને પાસા હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલાયો હતો. ત્યારે જેલમાં સજા કાપતા કેદીની તબિયત લથડતા સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. દરમિયાન સોમવારે રાત્રીના સમયે પોલીસ જાપ્તાના કર્મીઓના ચકમો આપીને કેદી ફરાર થઇ ગયો હતો. તેથી જાપ્તાના પોલીસ કર્મીઓની ફરીવાર બેદરકારી છતી છે.


અમદાવાદના આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પાલિસા (ઉં.વ.૩૫)ને વડોદરા સેન્ટ્રલ જેલમાં પાસા હેઠળ લાવવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આરોપી જેલમાં સજા કાપી રહ્યો હતો. પરંતુ ત્રણ દિવસ પહેલા કેદીની તબિયત લથડતા જાપ્તા હેઠળ જેલમાંથી તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સોમવારના રાત્રીના સમયે કેદી જાપ્તાના કર્મચારીઓ ચકમો આપીને દવાખાનામાંથી ફરાર થઇ ગયો હતો. 

સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આરોપી હથકડી સાથે ભાગી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ફરીવાર જાપ્તાના પોલીસ કર્મીઓની બેદરકારી છતી થવા સાથે કર્મીઓ સામે પણ સવાલો ઉભા થયા છે. ત્યારે જોવુ અધિકારીઓ દ્વારા બેદરાકરી દાખવનાર જાપ્તાના કર્મચારીઓ સામે કાર્યવાહી કરાશે ?

Share :

Leave a Comments