શહેરીજનોને સુરક્ષા-ભયમુક્ત વાતાવરણ આપવા શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત

સંસ્કારી નગરીમાં કાયદો વ્યવસ્થા કથળ્યા, દુષ્કર્મ, હત્યા અને ચોરીના ગુનાઓ વધ્યા

MailVadodara.com - A-presentation-by-the-City-Congress-to-the-Commissioner-of-Police-to-provide-a-security-fear-free-environment-to-the-citizens

- શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધારે કથળી રહી છે તેવા આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી


વડોદરાવાસીઓને સુરક્ષા અને ભયમુક્ત વાતાવરણ આપવા માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિની વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધારે કથળી રહી છે તેવા આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં જ શહેરના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા, તેમજ તસ્કરોના ત્રાસ તથા ગુનેગારો બેફામ થયા હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવતા ક્યાંક ને ક્યાંક શહેરમાં કાયદા વ્યવસ્થા કથળી હોય તેવા આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. વડોદરા શહેરમાં વધતા ક્રાઈમને અટકાવવા માટે તેમજ વડોદરાવાસીઓને સુરક્ષિત, ભયમુક્ત વાતાવરણ આપવા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.  


Share :

Leave a Comments