- બંને પક્ષે અંદર અંદર સમાધાન કર્યું છે : પો. ઈ. ગામીત
- પોલીસે મને કીધું તારો વાંક છે : લારીધારક
વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં સાંકડા રોડ પર પોલીસની મીની બસે ફ્રૂટની લારીને ટક્કર મારી હતી. જો કે મામલો વાડી પોલીસ મથકે પહોંચતા સમાધાન થયું હતું.
વડોદરા શહેરના બરાનપુરાથી ચોખડી તરફ જવાના રોડ પરથી એક ફ્રૂટની લારી જઈ રહી હતી. આ દરમ્યાન સાંકડા રોડ પર આવેલી પોલીસની મીની બસે લારીને ટક્કર મારી હતી. પોલીસની બસ ની ટક્કર લાગતા લારીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ફ્રૂટ વેરણ છેરણ થઈ ગયું હતું. પોલીસ ની બસ જતાં રહ્યા બાદ લારિધારક અને સ્થાનિક લોકો વાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં સમાધાન થયું હતું. જો કે લારીધારકનું કહેવું છે કે પોલીસે મને બે રૂપિયા આપ્યા છે અને તારો વાંક છે એમ કહી રવાના કરી દીધો હતો.
બનાવ અંગે વાડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ગામીત સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે આ બનાવમાં બંને પક્ષે અંદર અંદર સમાધાન કરી લીધું છે. સાંકડા માર્ગ પર પોલીસ ની બસે ફ્રૂટની લારીને ટક્કર મારવાનો બનાવ ચર્ચાનો વિષય બન્યો હતો.