કોટંબી પાસે પેસેન્જરોથી ભરેલી પીકઅપ ટેમ્પો પલટી જતાં નાળામાં ખાબક્યો, 2 બાળકો સહિત 4ના મોત!

ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા પલટી ખાઈને કેનાલમાં ખાબકી !

MailVadodara.com - A-pickup-truck-full-of-passengers-fell-into-a-drain-near-Kotambi-killing-4-including-2-children

- પીકઅપ વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો, મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના


રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘટના વધુ બની રહી છે. ત્યારે વડોદરા નજીક કોટંબી ગામ પાસે પીકઅપ ટેમ્પો પલટી મારી જતા રસ્તાની બાજુના નાળામાં ખાબક્યો હતો. આ ભયંકર અકસ્માતને પગલે ટેમ્પોમાં સવાર 12 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા અને ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત નિપજ્યાં હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. અકસ્માતમાં ઇજા પામનાર મુસાફરોને સારવાર અર્થે 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.


સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ નજીક પીકઅપ વાનના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પલટી ખાઈને કેનાલમાં ખાબકી ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાલ લોકોના મોત થયા છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે પીકઅપ વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે.

સૂત્રોના જણાવ્યાનુસાર પીકઅપવાનમાં 12 લોકો સવાર હતા. જેમાં સાત લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ સ્થાનિક લોકો અને ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના છે.

જરોદ પોલીસ સ્ટેશનના પીઆઇ કૃપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને અમે સ્થળ પર પહોંચ્યા છીએ, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોરિસ્પટલમાં ખરોડવામાં આવ્યા છે. અમે FSLની પણ મદદ લીધી છે. અમે આ મામલે તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments