શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણીનું નેટવર્ક મજબૂત બનાવવા 1.97 કરોડના ખર્ચે નવી લાઈન નખાશે

હરીનગરથી સુભાનપુરા સુધી પાણીની 22 ઇંચ ડાયામીટરની લાઈન નંખાશે

MailVadodara.com - A-new-line-will-be-laid-at-a-cost-of-1-97-crores-to-strengthen-the-water-network-in-the-western-area-of-the-city

વડોદરા શહે૨ના પશ્ચિમ વિસ્તારમાં હરીનગર વિસ્તારમાં સુભાનપુરા સુધી પાણીનું નેટવર્ક ન હતું, તેવી એક લાઈન મંજુર કરવામાં આવી છે. 22 ઇંચ ડાયા મીટરની આ લાઈન માટે 1.97 કરોડનો ખર્ચ થશે. હરીનગર પાંચ રસ્તા જંક્શન પાસે ખાનપુર તથા પોઇચાની ફીડર લાઇન એક બીજા સાથે જોડાયેલ છે. હરીનગર પાંચ રસ્તા પાસે બેંક નજીક આ લાઇન ઉપર સ્લુસ વાલ્વ મુકવામાં આવેલ છે. ખાનપુરની ફીડર લાઇનમાંથી ગાયત્રીનગર, હરીનગર તેમજ તાંદલજા ટાંકીને પાણી પૂરું પાડવામાં આવે છે, જ્યારે અકોટા અને માંજલપુર ટાંકીને પણ કેટલાક જથ્થામાં પાણી પુરૂ પાડવામાં આવે છે. આમ, સુભાનપુરા ટાંકી કે જે પોઇચાની ફ્રીડર લાઇનમાંથી પાણી મેળવે છે તેને ઇમરજન્સી, શટ ડાઉન અથવા તો જરૂરીયાતના પ્રસંગે પાણી મેળવવા ખાનપુરની ફીડર લાઇનમાંથી પાણી લેવા સુભાનપુરા ટાંકી સુધી તેમજ હરીનગર ટાંકીને પોઇચાની ફીડર લાઇનમાંથી પાણી મેળવવા નવીફીડ૨ લાઈન નાંખવાની જરૂરીયાત ઉભી થયેલ છે. આ કામ માટે 1.97કરોડનો ખર્ચ થશે.

સ્ટેન્ડિંગ સમિતિએ આ માટેની દરખાસ્ત મંજુર કરી છે. આ ઉપરાંત  કપુરાઇ ટાંકી ખાતે 22 લાખ લિટર ક્ષમતાની બે ઊંચી ટાંકી તથા 8.14 લાખ લિટર ક્ષમતાનો એક અંડગ્રાઉન્ડ સંપ બનાવેલ છે. આ ટાંકી 24x7 નેટવર્ક હેઠળ કાર્યરત હોઇ હાલમાં બે અલગ-અલગ ઝોનમાં પાણીનું વિત૨ણ ક૨વામાં આવે છે. પાણી વિતરણ કરવા માટે ત્રણ વર્ષ માટેના ઓપરેશન તથા મેન્ટેનન્સની કામગીરીનો ઈજારો ત્રણ માસના એક્સટેન્શન પછી પણ તારીખ 20ના રોજ પૂરો થાય છે. કપુરાઇ ટાંકી ખાતે પાલિકા દ્વારા સ્ટાફની નિમણૂંક કરવામાં આવેલ નથી. ગયા નવેમ્બર મહિનાથી નવા ઇજારા માટે પાંચ વખત ટેન્ડર મંગાવ્યા છે. જેમાં ચાર વખત તો કોઈનું ટેન્ડર આવ્યું જ નથી. છઠ્ઠી વખત ટેન્ડર મંગાવવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયામાં વધુ સમય લાગે તેમ હોવાથી પાણી વિતરણની કામગીરીને કોઈ અસર ન પહોંચે તે માટે વધુ છ મહિના માટે અથવા તો ઇજારો મંજૂર ન થાય ત્યાં સુધી ઈજારો ચાલુ રાખવા સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂરી આપી છે.

Share :

Leave a Comments