મકરપુરાનો નવો કોમ્યુનિટી હોલ લોકોના માંગલિક અને અન્ય પ્રસંગોના ઉપયોગ માટે શરૂ કરી દેવાયો

વડોદરા પાલિકા દ્વારા 2.14 કરોડના ખર્ચે મકરપુરામાં નવો કોમ્યુનિટી હોલ બનાવાયો

MailVadodara.com - A-new-community-hall-at-Makarpura-was-opened-for-the-use-of-people-for-mangliks-and-other-events

- હાલ કોમ્યુનિટી હોલના ઉપયોગ માટે વહેલા તે પહેલાંના ધોરણે ફાળવણી કરાશે

- ચાર મહિના બાદ ડ્રો સિસ્ટમ મુજબ કોમ્યુનિટી હોલની ફાળવણી કરાશે


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2.14 કરોડના ખર્ચે મકરપુરામાં 5018 ચોરસ મીટર વિસ્તારમાં બનાવેલો કોમ્યુનિટી હોલ ગઈ 26 એપ્રિલથી ખુલ્લો મુકવામાં આવ્યા બાદ સ્ટેન્ડિંગ સમિતિના ઠરાવના આધારે સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ લોકોના માંગલિક અને અન્ય પ્રસંગોના ઉપયોગ માટે શરૂ કરી દેવામાં આવ્યો છે અને આજે ત્યાં પ્રથમ લગ્ન પ્રસંગ પણ યોજાયો છે.


હોમી ભાભા પ્રાઇમરી સ્કૂલની બાજુમાં, પંપ હાઉસની પાસે આવેલો આ 20મો કોમ્યુનિટી હોલ છે. હાલ આ કોમ્યુનિટી હોલના ઉપયોગ માટે બુકિંગ કરવા જે કોઈ આવે તેને ઓફલાઈન વહેલા તે પહેલાંના ધોરણે ફાળવણી કરાશે. બીજા અતિથિગૃહોમાં ઓનલાઇન જેમ ડ્રો સિસ્ટમ છે, તે અહીં પણ લાગુ કરવામાં આવશે. 


બીજા અતિથિગૃહોમાં ચાર મહિનાની ડ્રો સિસ્ટમ છે. આજથી તારીખ 8 મે થી 8 સપ્ટેમ્બર એટલે કે ચાર મહિના બાદ બુકિંગ આવશે, તેમાં ડ્રો સિસ્ટમ મુજબ કોમ્યુનિટી હોલની ફાળવણી થશે. આ કોમ્યુનિટી હોલ માટે કોર્પોરેશને નક્કી કરેલી ડિપોઝિટ, ભાડું અને જીએસટી સાથે વહીવટી ચાર્જ લેવામાં આવશે. નવા શરૂ થયેલા આ હોલ માટે ગેસના સગડા, નવું ગેસ કનેક્શન, ગાર્ડન લોનની જાળવણી માટે સાધનોની ખરીદી, આર.ઓ., કુલર વગેરેની ખરીદીને પણ સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂરી આપી છે. વડોદરા કોર્પોરેશન નિઝામપુરા વિસ્તારમાં પણ 2.48 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ પણ બનાવી રહ્યો છે, જેનું કામ પૂર્ણ થતાં તે પણ ખુલ્લો મુકવામાં આવશે.

Share :

Leave a Comments