- આરોપીએ પકડાયેલો મોબાઇલ શાહનવાઝ ઉર્ફે શાનું સલીમ શેખનો હોવાનું જણાવતા ઝડતી કર્મીઓએ તેની પાસેથી સીમકાર્ડ કબજે કર્યું
વડોદરા સેન્ટ્રલ જેલમાંથી અવારનવાર મોબાઇલ મળી આવતા હોય છે ત્યારે વધુ યાર નંબર 2 માં એક કાચા કામના કેદી પાસેથી વધુ એક મોબાઈલ મળી આવતા જેલ સત્તાધીશોની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
વડોદરા મધ્યસ્થ જેલમાં ઇચા.જેલર ગૃપ-2 સહિતના કર્મચારીઓ સોમવારે ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બપોર બાદ જેલના યાર્ડ નં.2 ખાતે ફરજ બજાવતા કર્મચારી જેલ સહાયક રાજ એ. સોલંકીને તેમની યાર્ડના આરોપીની હિલચાલ શંકાસ્પદ જણાઇ હતી. જેથી જેલરને જાણ કરતા જવાનોએ ઝડતી સ્કવોર્ડ કર્મચારીએ ફરજ પરના અધિકારીને સાથે રાખીને યાર્ડ 2માં ઝડતી કરી હતી. આરોપીઓ યાર્ડમાં પાછળના ભાગે ઉભા હતા, તે દરમ્યાન કાચા કામના આરોપી અજય વાલ્મીકભાઈ સોલંકીની અંગ ઝડતી કરતા તેણે કમરના ભાગે છુપાવી રાખેલ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેમાં બેટરી હતી પરંતુ સીમકાર્ડ વગરનો હતો.
પકડાયેલા મોબાઈલ અંગે મજકુર કાચા આરોપીની પુછપરછ કરતા તેણે આ મોબાઈલ પોતાના યાર્ડના કાચા આરોપી નામે શાહનવાઝ ઉર્ફે શાનું સલીમ શેખનો હોવાનું જણાવ્યું હતું. તેથી શાહનવાઝ ઉર્ફે શાનું સલીમ શેખની સઘન પુછપરછ કરતા તેણે પોતાની પાસે રહેલ સીમકાર્ડ નંગ-1 ઝડતી કર્મચારીઓને આપ્યું હતુ. જેથી બંને આરોપીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો છે.