વડોદરા મધ્યસ્થ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રહેલ અને સતત વિવાદમાં રહેતા હર્ષિલ લીમ્બાચીયા પાસેથી મોબાઈલ ફોન મળી આવતા તેની સામે વધુ એક ગુનો નોંધ્યો છે.
વડોદરા સેન્ટ્રલ જેલમાં જેલર સુજાનસિંહ ચુડાસમા સિપાઈ સાથે રાઉન્ડ લઈ રહ્યા હતા. તે સમયે યાર્ડ નંબર 1 બેરેક નંબર 1માં કેદીઓની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાઈ આવી હતી. જેથી ઝડતી સ્કવોડને બોલાવી બેરેકની તલાસી લેતા કેદી હર્ષિલ પ્રવીણભાઈ લીમ્બાચીયા (રહે-શ્રી સિદ્ધેશ્વર હેવન ફ્લેટ, કલાલી રોડ) એ કમરના ભાગે છુપાવેલ સીમકાર્ડ સાથેનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેથી જેલરે આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ તથા પ્રીઝન એકટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, અગાઉ હર્ષિલ લીમ્બાચીયાએ જેલમાં ફીનાઇલ પીધું હતું. તદુપરાંત પોલીસ જાપ્તા સમયે નશાની હાલતમાં ઝડપાયો હતો. આ ઉપરાંત છેતરપિંડી, મારામારી સહિતના ગુનાઓ પણ નોંધાયા છે.