વડોદરામાં મોબાઇલ શોપનું શટર તોડી 30 લાખથી વધુ કિંમતના મોબાઇલ ફોન-આઇ વોચની ચોરી

સીસીટીવીમાં 2 તસ્કરો ચોરી કરતા દેખાયા, પોલીસે શોધખોળ શરૂ કરી

MailVadodara.com - A-mobile-phone-i-watch-worth-more-than-30-lakhs-was-stolen-by-breaking-the-shutter-of-a-mobile-shop-in-Vadodara

- તસ્કરો માત્ર 10 મિનિટમાં જ ચોરી કરીને છુમંતર થઈ ગયા


શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલ મનિષા ચોકડી સ્થિત મારવન્સ આઇ ફોન્સ મોબાઇલ શોપમાં 30થી 35 લાખની કિંમતના મોબાઇલ ફોન અને આઇ વોચની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને તસ્કરો મોબાઇલ ફોન અને આઇ વોચ ચોરી કરતા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. તસ્કરો માત્ર 10 મિનિટમાં જ ચોરી કરીને છુમંતર થઈ ગયા હતા.


વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલ મનિષ ચોકડી સ્થિત મારવન્સ આઇ ફોન્સ મોબાઇલ શોપ ગત રાત્રે 3 વાગ્યે 2 તસ્કરો દુકાનના શટર તોડીને ઘૂસ્યા હતા. અને મોબાઇલ શોપમાં ઘૂસીને 105 જેટલા મોબાઇલ શોપ અને આઇ વોચની ચોરી કરી હતી. તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હતા અને તમામ મુદ્દામાલની ચોરી કરીને ભાગી છુટ્યા હતા. ઘટનાની જાણ થતાં જે. પી. રોડ પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. એસીપી એ. વી. કાટકટ અને પીઆઇ એસ.એમ.સગર પણ સ્થળ પર પહોંચ્યા હતા અને આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.


મોબાઇલ શોપના માલિક વાહીદ બદામીએ જણાવ્યું હતું કે, મનિષા ચોકડી પાસે અમારી મારવન્સ નામની મોબાઇલ શોપ આવેલી છે. આજે સવારે મને સોમ ક્લાસીસમાંથી ફોન આવ્યો હતો કે, તમારી દુકાનના શટર ખુલ્લા છે, ચેક કરી લેજો. જેથી હું તુરંત જ દુકાને પહોંચી ગયો હતો અને જે. પી. રોડ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ પણ આવી ગઇ હતી અને અમે દુકાનમાં જઇને જોતા મોબાઇલ અને સ્માર્ટ વોચનો સ્ટોક મળ્યો નહોતો. જેથી અમે સીસીટીવી ચેક કર્યાં હતા. સીસીટીવી ચેક કરતા 2 શખ્સ દુકાન પાસે આવ્યા હતા અને શટર તોડીને દુકાનમાં ઘૂસ્યા હતા. દુકાનમાંથી મોબાઇલ અને સ્માર્ટ વોચની ચોરી કરીને ભાગી ગયા હતા.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે તેમની કાર્યવાહી શરૂ કરી છે. સેમસંગ, ગુગલ અને એપલ કંપનીના મોબાઇલ અને એપલની આઇ વોચની ચોરી થઈ છે અને 30થી 35 લાખની ચોરી થઈ છે. અમે અહીં 10 વર્ષથી દુકાન ચલાવીએ છીએ. આ પ્રકારનો બનાવ પહેલીવાર બન્યો છે.

એસીપી એ.વી. કાટકડે જણાવ્યું હતું કે, જે.પી. રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મનિષા ચોકડી પાસે આવેલી મારવન્સ આઇ ફોન્સ મોબાઇલ શોપમાં ચોરી થઈ હતી. તસ્કરોએ શોપનું શટર તોડીને મોબાઇલ અને સ્માર્ટ વોચની ચોરી કરી હતી. અમે સીસીટીવીની મદદથી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. સીસીટીવીમાં 2 તસ્કરો ચોરી કરતા દેખાય છે. અમે ટીમો બનાવીને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.


Share :

Leave a Comments