વડોદરા શિક્ષણ સમિતિના વર્ગ-4ના કર્મચારીઓની વિવિધ માંગણીઓ મુદ્દે હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ

શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના આંદોલનનો આજે ત્રીજો દિવસ

MailVadodara.com - A-meeting-was-held-with-the-office-bearers-regarding-the-various-demands-of-the-Class-IV-employees-of-the-Vadodara-Education-Committee

- કર્મચારીઓના આંદોલનને ધ્યાનમાં રાખી પાલિકાના મુખ્ય પ્રવેશ દ્વારને બંધ કરાયું

- યુનિયન પ્રમુખે કહ્યું, જ્યાં સુઘી લેખિતમાં બાંહેધરી નહી મળે ત્યા સુધી હડતાળ સમેટશે નહીં, આગામી 27 તારીખે બંને પક્ષના વકીલોની હાજરીમાં વધુ એક બેઠક મળશે

- સામાન્ય સભા પૂર્વે તમામ સભાસદોને ગુલાબ અને માંગણીપત્ર આપ્યું, પાલિકાના પ્રવેશદ્વારથી લઈને પરિસરમાં ગોઠવાયો પોલીસ બંદોબસ્ત

વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની વિવિધ માંગણીઓ અને પ્રશ્નોને લઈને આજે કૉર્પોરેશન ખાતે હોદ્દેદારો સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષની અધ્યક્ષતામાં મળી હતી. હાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ-4ના કર્મચારીઓ હડતાલ પર છે અને આજે હડતાળનો ત્રીજો દિવસ છે ત્યારે તેઓને લેખિતમાં બાંહેધરી મળશે તો જ હડતાળ સમેટશે એવી વાત કરી છે.


આ બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશીત દેસાઈ, શાસનઅધિકારી અને ભૂતપૂર્વ ચેરમેન મિનેશ પંડ્યા તથા ચોથા વર્ગના કર્મચારીઓના પ્રમુખ નિલેશ રાજ હાજરીમાં વિવિઘ મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં બંને પક્ષોએ પોતાની વાત પોઝિટિવ રીતે મૂકી અને ચર્ચા અંતે બેઠક પોઝિટિવ રહી હોવાનું હાલમાં જાણવા મળ્યુ છે. આજે હડતાળનો ત્રીજો દિવસ છે અને વર્ગ-4ના કર્મચારીઓ જ્યા સુઘી લેખિતમાં બાંહેધરી નહી મળે ત્યાં સુઘી હડતાળ સમેટશે નહી એવી વાત યુનિયન પ્રમુખે કહી છે.

આ બેઠક બાદ આગામી 27 તારીખે બંને પક્ષના વકીલોની હાજરીમાં વધુ એક બેઠક મળવા જઈ રહી છે. જેમાં બંને પક્ષના સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે. આ સમાધાનની ફોર્મ્યુલા અગામી સમયમાં હાઇકોર્ટમાં ચાલી રહેલ કેસમાં મૂકવામાં આવશે. ત્યારે હવે આ બેઠક પછી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ ટૂંક સમયમાં સમેટાઈ જશે.

આ અંગે વર્ગ-4 કર્મચારી મંડળના પ્રમુખ નીલેશ રાજે જણાવ્યું હતું કે, કાયમી કરવા અંગે ચર્ચા કરવામાં આવી છે. અમારા કર્મચારીઓને કાયમી કરવા અંગેની કમિટી બનાવવામાં આવી છે, જેની એક બેઠક આગામી 27 તારીખે મળશે અને તેમાં સમાધાનની ફોર્મુલા નક્કી કર્યા બાદ તેની હાઇકોર્ટમાં મૂકવામાં આવશે. હાલમાં હડતાલ અંગે તેઓએ જણાવ્યું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી અમને મૌખિક નહીં પરંતુ લેખિતમાં આપવામાં આવશે તો જ અમે હડતાલ પુર્ણ કરશું અન્યથા આ હડતાલ શરુ રહેશે.

Share :

Leave a Comments