ઇલોરાપાર્કમાં જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરનાર મેડિકલ સ્ટોર સંચાલકને 15 હજારનો દંડ ફટકારાયો

શીતલ મેડિકલ સ્ટોરના સંચાલક પાસેથી પાલિકાએ દંડ વસૂલતા અન્ય વેપારીઓમાં ફફડાટ

MailVadodara.com - A-medical-store-manager-who-disposed-of-medical-waste-in-public-in-Elora-Park-was-fined-15-thousand

વડોદરા શહેર સહિત રાજ્યમાં અવારનવાર મેડિકલ વેસ્ટનો નિકાલ અયોગ્ય રીતે કરવામાં આવતો હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. વડોદરા મહાનગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોરના સંચાલક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. જેના કારણે અન્ય મેડિકલ વેપારીઓમાં ફાફડાટ જોવા મળી રહ્યો છે.

વડોદરા પાલિકા દ્વારા આ કાર્યવાહી મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા જાહેરમાં મેડિસીન્સ વેસ્ટના નિકાલ મામલે કરવામાં આવી છે. શહેરના ઈલોરાપાર્ક વિસ્તારમાં આવેલ શીતલ મેડિકલ સ્ટોરના સંચાલક પાસેથી રૂપિયા 15,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કચરામાં મેડિસિન્સનો નિકાલ કર્યો હોવાની જાણ થતાં વોર્ડ નંબર 9ના સેનેટરી ઇન્સ્પેક્ટરે આ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન કચરામાંથી દવાઓનો જથ્થો મળી આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઇ અન્ય વેપારીઓમાં ફફડાટ જૉવા મળી રહ્યો છે.

આ કાર્યવાહીમાં પાલિકાના વોર્ડ નંબર-9ના વોર્ડ ઓફિસર જયદીપસિંહ વાળાએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત પશ્ચિમ ઝોનમાં આવેલા એક મેડિકલ સ્ટોરધારકે આસપાસ મેડિકલ વેસ્ટ નાખવામાં આવેલો હોવાની બાકીના આધારે અમારી ટીમ ત્યાં પહોંચી હતી. અમારા સેનેટરી ઇસ્પેક્ટર દ્વારા તે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેને લઇ ત્યાંથી અમુક મેડિસીન્સ મળી આવી હતી. જેને લઇ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાં આવેલી શીતલ મેડિકલ સ્ટોરની આસપાસથી જ આ મેડિસિનનો જથ્થો મળી આવ્યો હતો. આ મેડિસિન્સને કારણે કોઈપણ પ્રકારની અજુગતી ઘટના બનતા ટળી છે અને તે અંગેની માહિતી મળતા જ અમે આ કાર્યવાહી કરી છે. જે મેડિકલધારક છે, તેની સામે દંડનીય કાર્યવાહી કરી છે.

Share :

Leave a Comments