વડોદરામાં પરિણીત મુસ્લિમ યુવકે `વિકી' નામ જણાવી સગીરાને પ્રેમજાળમાં ફસાવી, અનેકવાર દુષ્કર્મ આચર્યું

સાહિલે સગીરાની મિત્ર પાસેથી બ્યૂટિપાર્લરના કામના નામે સગીરાનો ફોન નંબર લીધો હતો

MailVadodara.com - A-married-Muslim-youth-in-Vadodara-lured-a-minor-by-the-name-of-Vicky-raped-her-several-times

- સગીરાને પ્રેમજાળમાં ફસાવી પરિણીત સાહિલ ઉર્ફે વિકી લગ્નની લાલચે અવારનવાર દરાપુરા ગામની સીમમાં લઈ જઇ દુષ્કર્મ આચરતો હતો

- 10 માસ પહેલાં મુસ્લિમ સમાજના તહેવારના દિવસે વિકીને મુસ્લિમ પોશાકમાં જાેતા ચોંકી હતી, સંબંધ ન રાખવાનું કહેતા ધમકી આપી હતી


વડોદરાના પાદરામાં હિન્દુ નામ ધારણ કરીને સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરનાર વિધર્મી પરિણીત યુવાનની પાદરા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પાદરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વડોદરાની કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી સગીરા એક વર્ષ પહેલાં પાદરામાં રહેતી અને સાથે અભ્યાસ કરતી બહેનપણીના ઘરે મળવા ગઇ હતી. આ દરમિયાન બહેનપણીનો મિત્ર સાહિલ વ્હોરા પણ હાજર હતો. ત્યારે સાહિલ વ્હોરાએ સગીરાને પોતાનું નામ જણાવ્યા વગર હાય... હેલો... કરી પૂું હતું કે, તું બ્યુટિપાર્લરનું કામ કરે છે? તેના જવાબમાં ના, અભ્યાસ કરું છું, કહીને સગીરા જતી રહી હતી.

પાદરામાં ઝંડાબજારમાં રહેતા 26 વર્ષીય પરિણીત સાહિલ સલીમ વ્હોરાએ તેની મિત્ર પાસેથી બ્યૂટિપાર્લરના કામના નામે સગીરાનો ફોન નંબર લીધો હતો. અને વિકી નામ ધારણ કરીને સાહિલે સગીરાને ફોન કરી, હું વિકી બોલું છું, આપણે પાદરામાં તારી ફ્રેન્ડના ઘરે મળ્યાં હતાં, હું પાદરામાં જ રહું છું, એવી ઓળખ આપી હતી, એ બાદ અવારનવાર ફોન કરી મિત્રતા ગાઢ બનાવી હતી. એકવાર સગીરાને કહ્યું, તું મને બહુ ગમે છે, મારે તારી સાથે ફ્રેન્ડશિપ કરવી છે, તું કરીશ? ત્યારે સગીરાએ ફ્રેન્ડશિપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીઘો હતો. 

જોકે સાહિલે તેનો પીછો છોડ્યો નહોતો અને સગીરાને પ્રેમભરી વાતો કરી ફ્રેન્ડશિપ કરવા માટે મજબૂર કરી દીધી હતી. બાદમાં બંનેએ ફોન પર વાતો કરવાનું અને હરવા-ફરવાનું શરૂ કર્યું હતું. સમય જતાં સગીરા વિકીના પ્રેમજાળમાં બરાબર ફસાઈ ગઈ હતી. વિકી ઉર્ફે સાહિલ વ્હોરા જ્યારે સગીરાને કહે ત્યારે તે તેની સાથે ફરવા જતી હતી. સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર પાદરા નજીક દરાપુરા ગામની સીમમાંથી પસાર થતા હાઇવે પાસે લઈ જતો હતો અને દુષ્કર્મ આચરતો હતો. લગ્નની લાલચમાં ફસાયેલી સગીરા પણ સાહિલને વિકી સમજી સાહિલ વ્હોરા જેમ કહેતો હતો એમ કરતી હતી.


પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, સગીર યુવતી 10 મહિલા પહેલાં પાદરામાંથી પસાર થઈ રહી હતી. એ સમયે મુસ્લિમ સમાજનો તહેવાર હતો. ત્યારે વિકી નામ રાખી લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કાર્મ આચારનાર સાહિલને મુસ્લિમ પોશાકમાં જોતાં તે ચોંકી ઊઠી હતી. આ દરમિયાન બીજા દિવસે સગીરાએ વિકી નામ આપીને ફસાવનાર સાહિલને ફોન કરીને જણાવ્યું કે "તું મુસ્લિમ છે ને ? ત્યારે સાહિલ વ્હારાએ જણાવ્યું હતું કે તને હવે ખબર પડી જ ગઈ છે તો શા માટે પૂછે છે" ત્યારે સગીરાએ કહ્યું કે, "આજ પછી આપણા બંને વચ્ચેના પ્રેમસંબંધ રહેશે નહીં, તું તારા રસ્તે અને હું મારા રસ્તે. મને હેરાન કરીશ નહીં, મારી સાથે વાત કરીશ નહીં." જાેકે ત્યારબાદ પણ સાહિલે સગીરાનો પીછો છોડ્યો નહોતો. 

સાહિલ વ્હારાએ સગીરાને છેલ્લી વખત મળવાના નામે દરાપુરા ગામ પાસેથી પસાર થઈ રહેલા હાઈવે પાસે લઈ ગયો હતો. જ્યાં સગીરાને લગ્નની લાલચ આપીને પ્રેમસંબંધ રાખવા માટે મજબૂર કરવા પ્રયાસ કર્યો હતો. એ વખતે સાહિલે સગીરાને એમ જણાવ્યું હતું કે "હું પરિણીત છું અને મારે સંતાનો પણ છે, પરંતુ હું તને પ્રેમ કરું છું, તું મારી સાથે સંબંધ રાખ". જાેકે સગીરાએ સ્પષ્ટ ઇનકાર કરી દેતાં સાહિલ રોષે ભરાઇ સગીરાને ઢોર માર માર્યો હતો. એ સમયે પસાર થઈ રહેલા લોકોએ સાહિલના મારથી સગીરાને બચાવી હતી. ત્યારબાદ સાહિલે સગીરાને જણાવ્યું હતું કે, જો તું મારી સાથે પ્રેમસંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ અને તારા ઘરે આવીને તારી આબરૂના ધજાગરા ઉડાવી દઈશ. 

સાહિલની ધમકીથી ગભરાયેલી સગીરાએ સમગ્ર બાબત પોતાની વિધવા માતા અને ભાઈને જણાવી હતી. એ બાદ સગીરાએ પાદરા પોલીસ મથકમાં હિન્દુ નામ ધારણ કરીને પ્રેમની જાળમાં ફસાવી તેમજ ભગ્નની બાબચ આપીને દુષ્કર્મ આચરનાર વિકી ઉર્ફે સાહિલ સલીમ વ્હોરા સામે ફરિયાદ નોંધાવી હતી.

પાદરા પોલીસ મથકના પી.આઈ એલ. બી. તડવીએ જણાવ્યું હતું કે સાહિલ વ્હોરા સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવની વધુ તપાસ એસટી-એસસી સેલના ડીવાયએસપી બી.એચ.ચાવડા કરી રહ્યા છે.

Share :

Leave a Comments