- રવિવારે મધ્યવર્તી સ્કૂલ, શ્રેયસ વિદ્યાલય, ડોન બોસ્કો સ્કૂલ, કુબેરેશ્વર પ્રાથમિક શાળા સહિત વિવિધ મતદાન કેન્દ્રો ઉપર આ ઝુંબેશ હાથ ધરવામાં આવી
મતદારયાદીમાં નામ નોંધણી નામ કમી અને મતદાર યાદીની વિગતમાં સુધારો તેમજ તારીખ 1 જાન્યુઆરી 2025ની સ્થિતિ જેના 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા તમામ લાયક ભાવિ મતદારોનું મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે રવિવારથી અલગ અલગ દિવસે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્ષ 2024 ની પૂર્ણાહુતિ થવા જઈ રહી છે અને વર્ષ 2025થી શરૂઆત થશે. ત્યારે નવા મતદારોનો પણ ઉમેરો થશે. આવનાર ચૂંટણીઓને ખાસ ધ્યાનમાં રાખીને ફરી એક વખત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે વડોદરા શહેરમાં પણ તારીખ 17 નવેમ્બર, 23 નવેમ્બર અને 24 નવેમ્બર ના રોજ સવારે 10 થી સાંજના 5 કલાક સુધી મતદાન કેન્દ્રો ઉપર મતદાર યાદીમાં નામ નોંધાવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રવિવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે આવેલી મધ્યવર્તી સ્કૂલ ખાતે પણ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. શહેરમાં રવિવારે મધ્યવર્તી સ્કૂલ, શ્રેયસ વિદ્યાલય, ડોન બોસ્કો સ્કૂલ, કુબેરેશ્વર પ્રાથમિક શાળા સહિત વિવિધ મતદાન કેન્દ્રો ઉપર આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મતદારયાદીમાં નામ દાખલ કરવું, સુધારા વધારા કરવા સરનામાના સુધારો વધારો કરવો સહિત આગામી તારીખ 1 જાન્યુઆરી 2025 ની સ્થિતિએ જેના 18 વર્ષે પૂર્ણ થતા હોય તેવા તમામ લાયક ભાવિ મતદારોનું મતદારયાદીમાં નોંધાવા આયોજિત આ ઝુંબેશમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.