કુબેર ભંડારી મહાદેવ મંદિર ખાતે દાદાના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યાં

સોમવાર રાત્રિથી દર્શનાર્થે ભક્તોની કતાર લાગી

MailVadodara.com - A-large-number-of-devotees-thronged-the-Kuber-Bhandari-Mahadev-Temple-to-have-Dada-darshan

- અમાવસ્યાની તિથિને અનુલક્ષી મંદિર ટ્રસ્ટ દ્વારા રાત્રિના દસ કલાક સુધી શ્રદ્ધાળુઓ માટે દર્શનની વ્યવસ્થા કરાઈ


આજરોજ ફાગણવદ અમાસ નિમિત્તે તીર્થ ક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર ખાતે દાદાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવ ભક્તોનો ધસારો જાેવા મો હતો.


ડભોઇ તાલુકાના નર્મદા કિનારે આવેલા તીર્થક્ષેત્ર કરનાળીના પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી શિવાલય ખાતે ફાગણ વદ અમાસ અને ચૈત્રી નવરાત્રીના પ્રારંભ પૂર્વે સોમવાર રાત્રીથી જ કુબેર દાદાના દર્શનાર્થે શિવભક્તોની કતારો જામી હતી. આજે મંગળવારને અમાવસ્યાની તિથિને અનુલક્ષી મંદિર ટ્રસ્ટ દ્વારા રાત્રિના દસ કલાક સુધી શ્રદ્ધાળુઓ માટે દર્શનની વ્યવસ્થા કરાઈ છે, ત્યારે રાબેતા મુજબ અમાસ ભરતા ગુજરાત સહિત પર પ્રાંતના ભક્તોનો આજે ઘસારો જોવા મળ્યો છે.


ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કુબેર ભંડારી ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને આગામી દિવસોમાં માસ્ક સહિતની સાવચેતી દાખવવા અનુરોધ કરાયો છે.


Share :

Leave a Comments