વાસણા રોડ પરથી બિનવારસી દારૂની ટ્રક પકડાવાના બનાવમાં એક ખેપીયો ઝડપાયો

ગોત્રી પોલીસે દરોડો પાડી 13 લાખ ઉપરાંતની કિંમતની દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો

MailVadodara.com - A-khepio-was-caught-in-the-incident-of-catching-an-illegal-liquor-truck-from-Vasana-road

- બે દિવસ પહેલા બિનવારસી હાલતમાં 200 પેટી દારૂ ભરેલી ટ્રક પકડાઇ હતી


વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં બે દિવસ પહેલા બિનવારસી હાલતમાં દારૂ ભરેલી ટ્રક પકડાવાના બનાવમાં ક્રાઈમ બ્રાન્ચ એક ખેપીયાને ઝડપી પાડ્યો છે.

વાસણા ખાતે ઘરવખરીના સામાનમાં દારૂ ભરેલી ટ્રક આવી હોવાની વિગતોને પગલે ગોત્રી પોલીસે દરોડો પાડી 13 લાખ ઉપરાંતની કિંમતની દારૂની 200 પેટી કબજે કરી હતી. પોલીસને જોઈ બે લોકો સ્થળ પરથી ભાગી છુટ્યા હતા. જેથી પોલીસે મોટરસાયકલ કબજે લીધી હતી. આ બનાવમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દારૂની ખેપમાં સંડોવાયેલા ભાવેશ જગદીશભાઈ પરમાર (કુંભાર ફળિયા, વાસણા, વડોદરા) ને વડોદરા પાદરા રોડ પર એક પાનના ગલ્લેથી ઝડપી પાડ્યો હતો.

Share :

Leave a Comments