- 18થી 40 વર્ષના 8 પાસ, 10 પાસ, ITI જેવી લાયકાત ધરાવતા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે ડીસેબલ તરસાલી ITI ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
વડોદરામાં આગામી તા.29 જુલાઇ, સોમવારના રોજ મુક બધીર દિવ્યાંગ સ્ત્રી અને પુરુષ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ અને NCS નામ નોંધણી કેમ્પ યોજવામાં આવશે.
મદદનીશ નિયામક (રોજગાર)કચેરી, વડોદરા તથા નેશનલ કરીઅર સેન્ટર ફોર ડીફરન્ટલી એબલ,વડોદરા તથા ડીસેબલ આઈટીઆઈ, તરસાલીના સંયુકત ઉપક્રમે 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા (ડીસેબીલીટી) ધરાવતા માત્ર ડેફ એન્ડ મ્યુટ (મુક બધીર) દિવ્યાંગતા ધરાવતા સ્વતંત્ર અવરજવર કરી શકે તેમજ હાથથી કામ કરી શકે તેવા 18થી 40 વર્ષના ધો.8 પાસ, 10 પાસ, આઈટીઆઈ, 12 પાસ જેવી લાયકાત ધરાવતા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે તા. 29.07.2024ના સવારે 10 વાગે ડીસેબલ આઈટીઆઈ, તરસાલી, વડોદરા ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે.
ભરતી મેળામાં, પીજીપી ગ્લાસ પ્રા.લી. જંબુસર અને કોસંબા, તેમજ કોસંબા ગ્લાસ ડેકો -પેકેજીંગ વિભાગ, જરોદ તેમજ અંશા ડેકો ગ્લાસ પ્રા. લી કોસંબાની શોર્ટર, પેકર અને હેલ્પર જેવી 100 જેટલી જગ્યા માટે ઈન્ટરવ્યુ લેવામાં આવશે. ભરતી મેળામાં ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય તેમજ એનસીએસ ડીએ અમદાવાદ અને વડોદરા દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ચાલતા ફ્રી વોકેશનલ તાલીમ કોર્ષ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ ઉપરાંત રોજગારલક્ષી ઓનલાઈન અનુબંધમ પોર્ટલ પર નામ નોંધણી કેમ્પ યોજવામા આવશે. મુકબધીર ઉમેદવારોને ભરતી મેળામાં ભાગ લેવા રોજગાર અધિકારી વડોદરાની યાદીમાં જણાવ્યું છે.