વડોદરા ક્રાઇમ બ્રાંચે મોબાઇલ ટાવરમાં ચોરી કરવાના ઇરાદે આવી વાયરો કાપી નાખીને ટાવરની સિસ્ટમને નુકસાન કરીને ભાગી છૂટેલો રીઢા આરોપીને ઝડપી પાડયો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ મામલે પકડાયેલા આરોપી પરવેઝ ગુલામહુસેન દુધવાલા (ઉ.24, રહે. આયેશા કોમ્પ્લેક્ષ, યાકુતપુરા, વડોદરા) સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે અગાઉ કારેલીબાગ, માંજલપુર, સયાજીગંજ, વાડી, રાવપુરા, નવાપુરા, વરણામા અને સિટી પોલીસ સ્ટેશનોમાં 9 ગુના નોંધાયેલા છે અને એક વખત પાસાની કાર્યવાહી પણ થયેલી છે.