- વડોદરા ક્રાઈમ બ્રાન્ચે જોગીન્દરસીંગ ઉર્ફે કબીરસીંગ સંતોકસીંગ સીકલીગરને ઝડપી પાડ્યો
- આરોપી અગાઉ 135થી વધુ ગુનામાં ઝડપાયો છે અને 4 વાર પાસાં થયા છે
વડોદરા શહેરમાં હાલ ઘરફોડ ચોરી સહિતના પાંચ ગુનાઓમાં સંડોવાયેલો અને નાસ્તો ફરતો તેમજ છેલ્લા 25 વર્ષમાં 135થી વધુ ગુનામાં ઝડપાયેલો રીઢો આરોપી કે જે તાજેતરમાં નોંધાયેલા ગુજસીટોક ગુનાના મુખ્ય સૂત્રધારને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાં ભાડાના મકાનમાં રહેતા જોગીન્દરસીંગ ઉર્ફે કબીરસીંગ સંતોકસીંગ સીકલીગરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં જ વડોદરા શહેરના બાપોદ પોલીસ મથકમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનાનો મુખ્ય સૂત્રધાર અને છેલ્લા કેટલાય વર્ષોથી ફરાર મુખ્ય આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે અમદાવાદ જિલ્લાના બાકરોલ ગામમાં ભાડાના મકાનમાંથી જોગીન્દરસીંગ ઉર્ફે કબીરસીંગ સંતોકસીગ સીકલીગર (ઉં.વ. 48, રહે. સત્યનારાયણ નગર સોસાયટી, રણોલી બ્રિજ નીચે, વડોદરા) ને ઝડપી પાડ્યો છે. આ આરોપીએ વર્ષ 2025માં બાપોદ, અકોટા, વારસિયા અને ગોરવા પોલીસ મથકમાં ત્રણ ગુનામાં સંડોવાયેલો છે. જેને ગોરવા પોલીસે અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલો આરોપી જુદા-જુદા સાગરીતોની ગેંગ બનાવી છેલ્લા 25 વર્ષથી પોતાના આર્થિક ફાયદા માટે વડોદરા શહેર ઉપરાંત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં તેમજ મુંબઈ ખાતે લૂંટ, ચોરી, વાહન ચોરીના ગુનાઓ અને અંજામ આપ્યો હતો. આ આરોપી અગાઉ 135 જેટલા ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે અને અગાઉ પણ ચાર વખત પાસા હેઠળ કાર્યવાહી કરી છે.
મહત્વની બાબત છે કે, આ આરોપી અગાઉ ચોરી કરવા ગયો હતો ત્યાં લોકો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો જેના કારણે તેના હાથ અને પગમાં ગંભીર જાઓ પહોંચી હતી. ત્યારે આવા રીઢા અને ખૂંખાર આરોપી સામે પોલીસ કાર્યવાહી તો કરે છે, પરંતુ ત્યાર બાદ ફરી છૂટી આવા ગુનાને અંજામ આપવાનું શરૂ કરી દે છે જે પોલીસ માટે એક માથાના દુખાવા સમાન છે.