વડોદરામાં ફેરિયાઓને ધંધા માટે કોર્પોરેશનને રૂપિયા 20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી

દેશના 126 શહેરોમાં સ્વનિધિ સે સમૃદ્ધિ યોજના અમલમાં મુકાઇ!!

MailVadodara.com - A-grant-of-Rs-20-lakhs-was-allocated-to-the-corporation-for-the-business-of-fairs-in-Vadodara

- ગ્રાન્ટ વપરાશની સત્તા મ્યુનિસિપલ કશિનરને આપવા દરખાસ્ત

સરકારની પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરમાં ફેરિયાઓ તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે માટે ફેરિયાઓને વર્કિંગ કેપિટલ લોન આપવા વડોદરા કોર્પોરેશનને રૂપિયા 20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં ફેરિયા અને તેમના પરિવારને વિવિધ 8 યોજના થકી લાભ આપવાની કામગીરી થનાર છે. જે અંગેની મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવી છે.


ભારત સરકારના આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થી અને તેમના પરિવારને લાભ મળી શકે તે હેતુથી 126 શહેરોમાં સ્વનિધિ સે સમૃદ્ધિ યોજના અમલમાં મુકાઇ છે. જે અંતર્ગત પાલિકાને 20 લાખની ગ્રાન્ટ ફાળવાઈ છે. કોવિડ-૧૯થી અસરગ્રસ્ત ફેરિયાઓ આજીવિકા માટે તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ નિધિ સ્કીમ ચાલુ કરી છે. જે 100% કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. પીએમ સ્વનીધિ યોજનાના લાભાર્થીઓ અને તેમના પરિવારોને સરકારની અન્ય યોજનાઓ સાથે જોડી તેના લાભ અપાવી શકાય તે હેતુથી દેશના કુલ 126 શહેરો 'સ્વનિધિ સે સમૃધ્ધિ' ફેઝ-૧ અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં વડોદરા કોર્પોરેશનનો સમાવેશ કરવામાં આવેલ છે. 

આ યોજના અંતર્ગત ફેરીયાઓ તથા તેમના પરિવારજનોને (૧) પ્રધાનમંત્રી માતૃવંદના યોજના (૨) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (૩) પ્રધાનમંત્રી જનધન યોજના (૪) રેશનકાર્ડ હેઠળ મળવાપાત્ર લાભો (૫) પ્રધાનમંત્રી શ્રમયોગી માનવધન યોજના (૬) પ્રધાનમંત્રી જીવનજ્યોતી વિમા યોજના (૭) બાંધકામ મજૂરોની નોંધણી અને (૮) જનની સુરક્ષા યોજના હેઠળ લાભ મળશે. 'સ્વનિધિ સે સમૃદ્ધિ' અંતર્ગત સરકાર તરફથી ફાળવવામાં આવેલ ગ્રાંટ વપરાશની સત્તા કમિશનરને સુપ્રત કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થઈ છે.

Share :

Leave a Comments