નંદેસરી ગામમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતા પરપ્રાંતિય ઝડપાયો,47 હજારનો મુદ્દામાલ જપ્ત

બોગસ ડોક્ટર મેઇન બજાર શાકમાર્કેટ સામે શાંતિ કલિનિક નામનું દવાખાનું ચલાવતો હતો

MailVadodara.com - A-foreigner-was-caught-running-a-dispensary-without-a-degree-in-Nandesari-village-47-000-worth-of-cash-was-seized

- આયુર્વેદિક ડોક્ટર હોવા છતાં એલોપેથીની દવા કરતો હતો

- એસઓજી પોલીસે કફ સીરપની બોટલો, ઇન્જેક્શન, દવાઓ, ટયુબ, સીરીઝ સહિતનો મુદ્દામાલ કબજે

વડોદરા નજીક આવેલા નંદેસરી ગામે મેઇન બજારમાંથી ડિગ્રી ન હોવા છતાં દવાખાનું ચલાવતા પરપ્રાંતીય ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડયો હતો. દવાખાનામાંથી એલોપેથી દવાઓ સહિત રૂ. 47 હજારનો મુદ્દામાલ કબજે કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બોગસ ડિગ્રી ધરાવતા ઘણાખરા ડોક્ટરોએ પોતાના ક્લિનિક ખોલીને લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે પોલીસ કમિશનર દ્વારા આવા જોલાછાપ ડોક્ટરો સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે એસઓજીના પોલીસ પીઆઇ એસડી રાતડાએ ટીમના અધિકારી અને કર્મચારીને શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી ગેરકાયદે પ્રેકટીસ કરતા કે એલોપેથીક દવાઓ આપવા માટે કોઇ સક્ષમ ડિગ્રી નહીં ધરાવતા બોગસ ડોક્ટરોની શોધખોળ કરવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

તે દરમિયાન બાતમી મળી હતી કે, નંદેસરી ગામ મેઇન બજાર શાકમાર્કેટ સામે આવેલા શાંતિ કલિનિક નામના દવાખાનાના ડોકટર મનતોષ બિસ્વાસ કોઇપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ચલાવે છે અને દવાખાને આવતા દર્દીઓને સારવાર કરી એલોપેથીક દવાવો આપે છે. જેના બાતમી આધારે એસઓજીની ટીમે તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસરને સાથે રાખી નંદેસરી ગામમાં શાંતિ ક્લીનિકમાં રેઇડ કરતા ડોક્ટર મનતોશ મનોરંજન બીસ્વાસ હાજર મળી આવ્યો હતો.

ડોક્ટર પાસેથી તબીબી પ્રેકટીસ અંગેનું સર્ટી અંગ્રેજી લખાણવાળુ અલ્ટરનેટીવ મેડિકલ કાઉન્સિલ કવકત્તા (વેસ્ટ બંગાળ)નું ડો. મનતોષ મનોરંજન બિસ્વાસના નામનું વર્ષ 2008માં BAMS (AM) નું સર્ટીફીકેટ તથા ડિગ્રી સર્ટીડીકેટ મળી આવ્યું હોય જેની તપાસ કરતા તે આયુવૈદીક ડોકટર હોવાનું જણાયું હતું. આ ઉપરાંત ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદીક અને યુનાની સીસ્ટમ્સ ઓફ મેડિસિન કે અન્ય કોઇ મેડિકલ શાખામાં રજસ્ટ્રેશન કરાવ્યુ ન હતું.

ડોકટર મનતોષ મનોરંજન બિસ્વાસ પોતે બીએએમએસ (સીસીએ)ની પદવી ધરાવી ગુજરાત બોર્ડ ઓફ આર્યુવૈદીક અને યુનાની સીસ્ટમ ઓફ મેડિસિન કે અન્ય મેડિકલ શાખામાં રજીસ્ટ્રેશન કરાવ્યા સિવાય એલોપેથીક દવાઓ આપવા કોઇ સક્ષમ ડિગ્રી નહીં ધરાવતા હોવા છતા શાંતિ ક્લિનિકમાં એલોપેથીક દવાઓ, ઇન્જેકશનો રાખી, એલોપેથી તબીબ તરીકેની ગેરકાયદે પ્રેકટીસ કરી લોકોન સ્વાસ્થય સાથે ચેડા કરતા ડોક્ટરની એસઓજીએ ધરપકડ કરી નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. એસઓજી દ્વારા દવાખાનામાંથી કફ સીરપની બોટલો, ઇન્જેક્શન, દવાઓના, ટયુબ, સીરીઝ સહિત રોકડ રકમ અને મોબાઇલ રૂ. 47 હજારનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો છે.

Share :

Leave a Comments