- સાંકરદા નજીકથી પસાર થતી વેળા ટ્રકની બાજુમાંથી ધુમાડો નીકળતા અન્ય ચાલાકે તેમનું ધ્યાન દોર્યું હતું, જેના પગલે ટ્રક ચાલકે ટ્રક સાઈડમાં રોકી દેતાં જીવ બચી ગયો
વડોદરાના સાંકળદા નજીક આવેલ ઈશાન કંપનીની સામે આઇસર ટ્રકમાં અચાનક આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ રનિંગ ટ્રકમાં લાગતા ચાલકને અન્ય ચાલકે ઘ્યાન દોરતા ટ્રેક સાઈડમાં કરતા જાનહાનિ ટળી હતી. આ આગ લાગેલ ટ્રકમાં કરિયાણાનો સામાન ભરેલા હતો અને વધુ આગ વિકરાળ બનતા જીઆઇડીસી નંદેસરી વિભાગની ટીમની મદદથી આંખ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, ટ્રકમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આ બનાવ અંગે માહિતી મળતાની સાથે જ નંદેસરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ આગ લાગેલ ટ્રક અમદાવાદથી વડોદરા તરફ આવતા નેશનલ હાઈવે 48 પર સાકરદા નજીક બન્યો હતો. આ આગના બનાવને લઈ ચાલકે જીઆઇડીસી નંદેસરી ફાયર વિભાગનલને જાણકારી હતી. આ અંગેનો કોલ મળતા જ તાત્કાલિક નંદેસરી જીઆઇડીસી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આંખ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવને લઈ નંદેસરી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નંદેસરી પોલીસે આપેલી વિગતો અનુસાર, આ ટ્રક અમદાવાદથી વડોદરા તરફ આવતી હતી. તે દરમિયાન બાજુમાંથી ધુમાડો નીકળતા અન્ય ચાલાકે તેમનું ધ્યાન દોર્યું હતું. આ ટ્રકના ચાલક દિનેશભાઈ રાવળે ટ્રકને સાઈડમાં કરી જોતા વધુ આગ વિકરાળ બની હતી. આ બનાવને લઈ નંદેસરી પોલીસ અને ફાયય વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ ટ્રક જય ગોપાલ ટ્રાન્સપોર્ટેશન અમદાવાદની હોવાનું હાલમાં જાણવા મળ્યું છે.
આ આગમાં ટ્રકમાં રહેલ કરિયાણાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ટ્રકમાં લાખોનું નુક્સાન થયુ હોવાનુ જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ટ્રેક ચાલકે પોતાની ટ્રાન્સપોર્ટ ઓફિસે જાણ કરી હતી. આ બનાવનામાં નંદેસરી પોલીસે વધું તપાસ હાથ ધરી છે.