- તુલસી હોટલમાં રોકાયેલા જાણતા રાજા નાટકના 50થી વધુ કલાકારોમાં ભાગદોડ
- હોટલ માલિક સહિત કેટલાકને ઇજાઓ થઈ, હોટલને ફાયર વિભાગે નોટિસ આપી
વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્ટેલમાં મોડી રાત્રે આગનો બનાવ સામે આવ્યો હતો. આ હોટલમાં હોટલમાં જાણતા રાજાના 50થી વધારે કલાકારો રહી રહ્યા હતા. અચાનક આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, આ આગની ઘટનામાં હોટલ માલિકનો હાથ દાઝ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી તુલસી હોટલમાં ગત મોડી રાત્રે પહેલા માટે ઓફિસમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આગના બનાવને લઈ હોટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવ અંગેની જાણ વડોદરા ફાયર વિભાગની ટીમને કરતા તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં હોટલ માલિક સહિત કેટલાકને નાની-મોટી ઇજાઓ થઈ છે પરંતુ, મોટી જાનહાનિ ટળી છે.
આ આગ લાગતા હોટલમાં રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. કેટલાક લોકો આગથી બચવા હોટેલ બહાર નીકળી ગયા હતા તો કેટલાક લોકો હોટલ બહાર આવેલી બાલ્કનીના બિંબ પર નજરે પડ્યા હતા. ત્યારે કેટલાક લોકો જીવ બચવા ત્યાંથી કૂદવાની તૈયારી કરી લીધી હતી. જો કે ફાયર વિભાગ તાત્કાલિક પહોંચી જતા આગ પર તુરંત કાબુ મેળવી લેવાયો હતો અને જાનહાનિ ટળી હતી.
આ ઘટનામાં વડીવાડી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર દિગ્વિજયસિંહ પરમારે જણાવ્યું હતું કે, આ આગની ઘટના અંગેનો કોલ મળતા જ અમે ત્યાં પહોંચ્યા હતા. અમે પહોંચીએ તે પહેલા જ કેટલાક લોકો બારીમાંથી બહાર શેડ પરથી નીચે ઉતરી ગયા હતા. હોટલના સ્ટાફ દ્વારા કેટલાક લોકોને બહાર કાઢી દેવામાં આવ્યા હતા. વડોદરામાં ચાલી રહેલો જાણતા રાજાના શોના 60થી વધુ કલાકારો આ હોટલમાં રોકાયેલા છે. તેઓ શો પતાવીને આવ્યા હતા અને ફ્રેશ થઈ જમવા બેઠા હતા, તે દરમિયાન ઘટના બની હતી. તમામ કલાકારો ભોજન લેતા હતા. તે દરમિયાન આ ઘટના બનતા તમામ બહાર નીકળી ગયા હતા. આગ અને રૂમમાં ફરશે તે પહેલા જ અમે આગને કંટ્રોલમાં લીધી હતી જેથી મોટી જાનહાનિ ટળી છે.
આ અંગે વડોદરા ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ આગના બનાવા અંગે કોલ મળતાની સાથે જ અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. આ આગ કાબૂમાં આવી ગઈ હતી અને અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ, હોટલ માલિકના હાથમાં સામાન્ય ઇજાઓ પહોંચી છે. આગ લાગતા તેઓ પણ દાઝ્યા છે. અમે આ હોટલને નોટિસ આપી છે.
આ ઘટનામાં વડીવાડી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર દિગ્વિજયસિંહ પરમારે જણાવ્યું હતું કે, આ આગની ઘટના અંગેનો કોલ મળતા જ અમે ત્યાં પહોંચ્યા હતા. અમે પહોંચીએ તે પહેલા જ કેટલાક લોકો બારીમાંથી બહાર શેડ પરથી નીચે ઉતરી ગયા હતા. હોટલના સ્ટાફ દ્વારા કેટલાક લોકોને બહાર કાઢી દેવામાં આવ્યા હતા. વડોદરામાં ચાલી રહેલો જાણતા રાજાના શોના 60થી વધુ કલાકારો આ હોટલમાં રોકાયેલા છે. તેઓ શો પતાવીને આવ્યા હતા અને ફ્રેશ થઈ જમવા બેઠા હતા, તે દરમિયાન ઘટના બની હતી. તમામ કલાકારો ભોજન લેતા હતા તે દરમિયાન આ ઘટના બનતા તમામ બહાર નીકળી ગયા હતા. અમે આગને કંટ્રોલમાં લીધી હતી જેથી, મોટી જાનહાની ટળી છે.