દંતેશ્વર રબારીવાસમાં ઉભા કરેલા 5 ઢોરવાડા પાસેથી પાસેથી રૂ.10,000નો દંડ વસૂલાયો

રબારીવાસમાં પાંચ ઢોરવાડામાં ગંદકી તથા લાયસન્સ ન હોવા મામલે કાર્યવાહી કરાઇ

MailVadodara.com - A-fine-of-Rs-10000-was-collected-from-5-cattle-sheds-erected-in-Danteshwar-Rabariwas

- દરેક ઢોરવાડા પાસેથી રૂપિયા 2000 હેઠળ કુલ રૂ.10,000નો દંડ વસૂલ કરાયો

વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા રબારીવાસમાં ઉભા કરાયેલા પાંચ ઢોરવાડા પાસેથી ગંદકી અને લાયસન્સ ન હોવા મુદ્દે રૂ.10,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ત્યારે હવે તંત્ર દ્વારા બપોર બાદ અન્ય વિસ્તારમાં ઢોરના ટેગિંગ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શહેરમાં રસ્તે રખડતા ઢોરના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવવાના અનેક બનાવ્યા છે. ત્યારે ઢોરવાડા સામે પાલિકા તંત્રએ લાલ આંખ કરી છે. જે અંતર્ગત થોડા દિવસ પહેલા ઢોર પાર્ટીની ટીમો પણ વધારવામાં આવી છે. આજે પાલિકા તંત્રએ માર્કેટ સુપ્રિટેન્ડેન્ટ ડો.વિજય પંચાલની આગેવાનીમાં દંતેશ્વરના રબારીવાસમાં આવેલા પાંચ ઢોરવાડામાં ગંદકી તથા તેઓના લાયસન્સ ન હોવા મામલે કાર્યવાહી કરી છે. દરેક ઢોરવાડા પાસેથી રૂપિયા 2000 હેઠળ કુલ રૂ.10,000ના દંડની વસૂલાત કરવામાં આવી છે. તંત્ર હવે બપોરની પાળીમાં અન્ય વિસ્તારમાં આવેલા ઢોરવાડામાં હાજર ઢોરોના ટેગિંગના ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Share :

Leave a Comments