જરોદ પાસેના NDRF કેમ્પની પાછળ પથરાયેલા જંગલમાં ભીષણ આગ લાગી

આગને પગલે આસપાસના ગામોના લોકોમાં ગભરાટ ફેલાયો હતો

MailVadodara.com - A-fierce-fire-broke-out-in-the-forest-spread-behind-the-NDRF-camp-near-Jarod

- ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ મોડી રાત્રે આગ પર કાબૂ મેળવ્યો


 વડોદરાના જરોદ પાસે NDRF કેમ્પની પાછળના ભાગમાં આવેલ લગભગ 50 એકર ઉપરાંત જગ્યામાં  પથરાયેલા જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. 


વડોદરાના જરોદ પાસે NDRF કેમ્પ અને તેની પાસે  હોમગાર્ડનું ટ્રેનિંગ સેન્ટર પર આવેલું છે. NDRF અને હોમગાર્ડના ટ્રેનિંગ સેન્ટર પાછળ આશરે 50 એકર જમીનમાં પથરાયેલા જંગલમાં આગ ફાટી નીકળી હતી. જંગલ સુકુભઠ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અગન જ્વાળાઓ આસપાસના 5 કિલોમીટર સુધી દેખાઈ રહી છે. જેના પગલે આસપાસના ગામોના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આગની વડોદરા ફાયર બ્રિગેડ, હાલોલ ફાયર બિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવી મોડી રાત્રે આગ પર કાબૂ મેળવ્યો હતો.


Share :

Leave a Comments