ઓનલાઇન ગેમ રમવામાં દેવું થઈ જતાં બે સંતાનોના પિતાનો ફાંસો ખાઇ આપઘાત

ઓનલાઇન ગેમ રમનારાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો..!!

MailVadodara.com - A-father-of-two-children-committed-suicide-after-getting-into-debt-while-playing-online-games

- લોન ભરપાઈ કરી દેવા છતાં સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપતા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ



ઓનલાઇન ગેમ રમવામાં દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો છે. એકનો એક મોભી ગુમાવ્યો હોય પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા હતા. જ્યારે સ્યુસાઇડ નોટ મળી આવતા ગોરવા પોલીસે આ અંગે મૃતદેહને પીએમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ગોરવા રિફાઇનરી રોડ ઉપર આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા 31 વર્ષીય મયુરભાઈ ઉમેશસિંહ મહિડા જીઓ ડાયનેમિક કંપનીમાં નોકરી કરે છે. જેઓને ઓનલાઇન ગેમ રમવાનો ખૂબ જ શોખ હતો. આ ગેમ રમતા-રમતા મયુરભાઈને દેવું થઈ જતાં બાકી લેણદારોએ ઉઘરાણી શરૂ કરી હતી. જેથી માનસિક રીતે આવેશમાં આવી જઈ મયુરભાઇ મહિડાએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવા દોરી ટૂંકાવી લીધી હતી.બનાવ અંગે ગોરવા પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


હાલ તો પોલીસે આપઘાત કરનાર મયુરભાઇ મહિડા પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં પણ કેટલાક ઈસમો તેને મોબાઈલ ફોન પર ધમકી આપી અને તેના ડોક્યુમેન્ટનો દૂર ઉપયોગ કરવા સાથે સોશિયલ મીડિયામાં તેને બદનામ કરી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ સમગ્ર મામલે ગોરવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી સ્યુસાઇડ નોટ કબ્જે કરી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.


Share :

Leave a Comments