ભાયલી ગામમાં બે મહિના પૂર્વે રહેવા આવેલા પિતા-પુત્રીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરતા ચકચાર

રાજકોટના ચિરાગ બ્રહ્માણી દીકરી સાથે ધ ફ્લોરેન્સ એપાર્ટમેન્ટમાં ભાડે રહેતાં હતા!

MailVadodara.com - A-father-and-daughter-who-came-to-live-in-Bhayli-village-two-months-ago-committed-suicide-by-swallowing-poison

- લસ્સીના ખાલી ગ્લાસ પણ મળ્યા, ડિવોર્સી પુત્રએ આપઘાતની જાણ કરતો વીડિયો પિતાને મોકલ્યો હતો, પરંતુ પિતાએ વીડિયો આજે સવારે જોયો

- મૃતકની 50થી 60 પાનાની સુસાઈડ નોટ મળી : જિલ્લા પોલીસ વડા


વડોદરા શહેરના છેવાડે આવેલા ભાયલી ગામમાં પિતા-પુત્રીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી માહિતી પ્રમાણે પિતાએ પુત્રી સાથે આપઘાત કરતાં પહેલાં પિતાને આપઘાતની જાણ કરતો વીડિયો મોકલ્યો હતો. જોકે, વહેલી સવારે જાણ થતાં પિતા પરિવારના અન્ય સભ્યો સાથે રાજકોટથી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 


આ અંગે મળેલી માહિતી પ્રમાણે, મૂળ રાજકોટના વતની 40 વર્ષીય ચિરાગ બ્રહ્માણી તેમની 9 વર્ષની પુત્રી સાથે છેલ્લા બે માસથી ભાયલીમાં આવેલી ધ ફલોરેન્સ નામની સોસાયટીના B વિંગના મકાન નંબર 203માં ભાડેથી રહેવા માટે આવ્યા હતા. ચિરાગ બ્રહ્માણીએ ત્રણ માસ પહેલાં પત્ની સાથે ડિવોર્સ લીધા હતા. જ્યારે છોકરી પિતા સાથે રહેતી હતી. ચિરાગભાઇ આઇટી કંપનીમાં નોકરી કરતા હતા અને ઘરેથી કામ કરતા હતા. ગત રાત્રે તેઓ પોતાના ઘરે જ હતા. ત્યારે આજે સવારે તેમનું મકાન નહીં ખુલતા પડોશીઓને અચરજ થયું હતું. તેથી તપાસ કરતા બંને બેડ પર બેહોશ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. તેથી એપાર્ટમેન્ટના પ્રમુખને જાણ કરતાં તેઓએ 108 એમ્બ્યુલન્સ અને તાલુકા પોલીસને જાણ કરી હતી. પિતા-પુત્રીને સારવાર માટે લઇ જવામાં આવતા તેમનું મોત થયું હોવાનું ફરજના તબીબે જણાવ્યું હતું. તપાસ કરતાં ચિરાગભાઈ બ્રહ્માણી અને તેમની પુત્રી વૈશ્વીએ રહસ્યમય સંજોગોમાં લસ્સીમાં ઝેર ભેળવી ગટગટાવી લઈ આપઘાત કર્યો હતો. પિતા-પુત્રીના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. આ આપઘાતના બનાવમાં તાલુકા પોલીસને શંકાસ્પદ ભૂમિકા જણાઈ રહી છે. આ ઘટનાની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. 


ઉલ્લેખનીય છે કે, મૃતક ચિરાગ બ્રહ્માણીના પિતાનું નામ મુકેશભાઈ અને માતાનું નામ હર્ષા બહેન છે. તેમને સંતાનમાં બે દીકરા હતા. જેમાં મૃતક ચિરાગ મોટો પુત્ર હતો. ચિરાગ કોમ્પ્યુટરનું કામ કરતો હતો. મૃતકના પિતા મુકેશભાઈએ કહ્યું કે, સવારે વિડિયો જોયો હતો. મેં સ્યૂસાઈડ નોટ વાંચી નથી. મને વધારે કંઇ ખબર નથી.

આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના PSI જે.યુ.ગોહિલે જણાવ્યું હતું કે ચિરાગભાઈ બ્રહ્માણી અને તેમની પુત્રીએ કોઈ કારણસર ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે. જોકે કયા કારણોસર આપઘાત કરી લીધો છે તે અંગેની કોઈ નક્કર માહિતી મળી નથી. આરોપીઓ ફરાર ન થઈ જાય તે માટે વધુ વિગત આપી શકાય તેમ નથી.


આ અંગે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, આપઘાત કરનાર ચિરાગ બ્રહ્માણીએ દીકરી વૈષ્વી સાથે લસ્સીમાં ઝેર મિલાવી આપઘાત કરી લીધો હોવાનું જણાય છે. ડેડબોડી પાસેથી લસ્સીના ખાલી ગ્લાસ મળી આવ્યા છે. આપઘાતના આ બનાવમાં મૃતકની 50થી 60 પાનાની સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેણે ધંધાકીય ભાગીદારના કારણે મારા જીવનમાં મુશ્કેલી આવી જતાં આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું છે.

Share :

Leave a Comments