ઉંડેરા-ગોત્રી રોડ ઉપર ખુલ્લી કાંસમાં કચરો ભેરેલી `ડોર ટુ ડોર' ગાડી ખાબકી, દંપતિને સામાન્ય ઇજા

કાંસની ફરતે સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ કરવા છતાં સત્તાધિશોની ઉંઘ ઊડતી નથી!

MailVadodara.com - A-door-to-door-vehicle-loaded-with-garbage-overturned-on-Undera-Gotri-road-minor-injuries-to-the-couple

- રોડ સાંકડો તેમજ ઉબડ-ખાબડ હોવાના કારણે ચાલકે ડ્રાઇવીંગ ઉપરથી ગુમાવતો કચરો ભેરેલી ગાડી કાંસમાં ખાબકી હતી


શહેરના છેવાડે આવેલા ઉંડારા-ગોત્રી રોડ ઉપર આવેલી ખૂલ્લી કાંસમાં "ડોર ટુ ડોર" કચરાની ગાડી પલટી મારી ગઇ હતી. આ ઘટનામાં કચરાની ગાડીના ચાલક અને તેની પત્નીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ કચરાની ગાડી રોડ સાંકડો હોવાના કારણે તેમજ ઉબડ-ખાબડ હોવાના કારણે ચાલકે ડ્રાઇવીંગ ઉપરથી ગુમાવતો કચરો ભેરેલી ગાડી કાંસમાં ખાબકી હતી.

વડોદરા કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવેલા ઉંડેરા-ગોત્રી રોડ ઉપરથી પસાર થઇ રહેલી "ડોર ટુ ડોર" કચરો એકઠો કરતી કચરો ભરેલી ગાડી રોડની સાઇડ ઉપર આવેલા ખૂલ્લા કાંસમાં ખાબકી હતી. "ડોર ટુ ડોર" કચરાની ગાડીના ચાલકે સાંકડો રસ્તો હોવાના કારણે પોતાના ડ્રાઇવીંગ ઉપરથી એકાએક કાબુ ગુમાવતા ગાડી પલટી મારીને વરસાદી કાંસમાં પડી હતી.


કચરો ભરેલી "ડોર ટુ ડોર" કચરાની ગાડી કાંસમાં ખાબકતાજ સ્થાનિક લોકો અને પસાર થઇ રહેલા બચાવ કામગીરી માટે દોડી ગયા હતા. અને ડ્ર્રાઇવર તેમજ કચરાની ગાડીમાં કામ કરતી તેની પત્નીને બહાર કાઢી હતી. આ ઘટનામાં કચરાની ગાડીના ચાલક અને તેની પત્નીને પગમાં સામાન્ય ઇજા પહોંચી હતી. પગના પંજામાં ઇજા પામેલી ડ્રાઇવરની પત્નીને સ્થાનિક લોકોએ પ્રાથમિક સારવાર આપી હતી.


સામાજિક કાર્યકર અબ્દુલ પટેલે જણાવ્યું હતું કે, ઉંડેરા ગામનો વડોદરા મહાનગર સેવા સદનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ, પાલિકા દ્વારા ઉંડેરા ગામમાં કોર્પોરેશન દ્વારા કોઇ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી. ઉંડેરા ગામમાંથી ગોત્રી જવાના માર્ગ ઉપર ખૂલ્લો વરસાદી કાંસ આવેલ છે. આ રસ્તો સાંકડો છે અને રસ્તા ઉપર ખાડા પડી ગયા છે. પરિણામે અવાર-નવાર આ રોડ ઉપર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. અગાઉ પણ આ ખૂલ્લા કાંસમાં નોકરી જતા કામદારો પણ અકસ્માતનો ભોગ બન્યા છે. આજે પણ કચરાની ગાડી કાંસમાં ખાબકી હતી. સદભાગ્યે મોટી દુર્ઘટના બની નથી.


તેમણે ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, આ ખુલ્લી કાંસની ફરતે સંરક્ષણ દિવાલ બનાવવાની માંગણી વારંવાર કરવામાં આવી છે. છતાં સત્તાધિશોની ઉંઘ ઊડતી નથી. આ ઉપરાંત ઉંડેરા ગામમાં પ્રિમોન્સુન કામગીરીની કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી. દરેક જગ્યાએ રસ્તાઓ ઉપર ખાડા પડી ગયા છે. વોર્ડ નંબર 8-9ની વચ્ચે સ્કૂલે જવાનો માર્ગ પણ ખરાબ થઇ ગયો છે. સમારકામ માંગી રહ્યો છે.


અબ્દુલ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થઇ છે. ત્યારે ખૂલ્લી વરસાદી કાંસ પુરવામાં નહિં આવે તો આવનારા દિવસોમાં મોટો અકસ્માત સર્જાવાની શક્યતાઓ છે. તેમજ વિસ્તારના રસ્તાઓનું પેચવર્ક કરવામાં આવે. જો અમારા પ્રશ્નોનો ઉકેલ કોર્પોરેશન દ્વારા વહેલીતકે લાવવામાં નહિં આવે તો ઉગ્ર જન આંદોલન કરવામાં આવશે.

Share :

Leave a Comments