- મનોજભાઇ ગોત્રી તળાવ ખાતે મચ્છી પકડવા આવ્યા હતા તે દરમિયાન ડૂબી જતા ઘટના બની હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું
શહેરના ગોત્રી તળાવમાંથી ચાર દિવસ પહેલા ગૂમ થયેલા યુવાનનો ડિકંપોઝ થયેલો આજે મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાન મચ્છી મારવા માટે ગયો હતો. ત્યારે તળાવમાં ડૂબી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે શહેરના વારસીયા જુની આરટીઓ કચેરી પાસે આવેલી હરીકૃપા સોસાયટીમાં રહેતા 40 વર્ષિય મનોજભાઇ ચાર દિવસથી ગૂમ હતા. દરમિયાન આજે તેમનો મૃતદેહ ગોત્રી તળાવમાંથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી છે.
ચાર દિવસથી ગૂમ મનોજભાઇ મનોજભાઈ લેબર કોન્ટ્રાક્ટમાં પાણીની લાઈન નાખવાની કામગીરી કરતા હતા અને ગુજરાન ચલાવતા હતા. તેઓ ગોત્રી તળાવ ખાતે મચ્છી પકડવા આવ્યા હતા તે દરમિયાન ડૂબી જતા ઘટના બની હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગોત્રી વિસ્તારમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે ગોત્રી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.