વડોદરામાં શુક્રવારી બજાર સહિત રાજ્યભરમાં પોપટ અને ચકલીઓ વેચતો અમદાવાદનો વેપારી પકડાયો

વડોદરાની સંસ્થાના કાર્યકર દ્વારા નેટવર્કનો પર્દાફાશ કરી વનવિભાગને જાણ કરી

MailVadodara.com - A-businessman-from-Ahmedabad-was-caught-selling-parrots-and-crickets-across-the-state-including-in-the-Friday-market-in-Vadodara

- અમદાવાદમાંથી પણ ત્રણ સ્થળો પરથી મોટી સંખ્યામાં પોપટ પકડવામાં આવ્યાં

વન વિભાગના નવા કાયદા મુજબ કોઈ વન્યજીવને ઘરમાં રાખવા એ બિનજામીન પાત્ર ગુનો બને છે. કોર્ટ દ્વારા જામીન મેળવવા પડે છે. વન વિભાગના તમામ શિડ્યૂલને માત્ર એક જ શિડ્યૂલમાં લવાયાં છે. આ સંજોગોમાં શોખ કે શુકન માટે ઘરમાં રખાતાં વન્ય જીવો જેલની હવા ખાવાનું નિમિત્ત બની શકે છે.

શહેરના શુક્રવારી બજાર સહિત સમગ્ર ગુજરાતમાં ચકલી-પોપટનો ધંધો કરતા અમદાવાદના દિલ્હી ચકલા ખાતેના શેનાપેટ શોપના મનસુખને વન વિભાગે તાજેતરમાં ઝડપી પાડયો હતો. વડોદરાની સંસ્થાના કાર્યકર રમેશ આઈસે નેટવર્કનો પર્દાફાશ કરી વન વિભાગને જાણ કરી હતી. અમદાવાદમાં 3 સ્થળેથી વન વિભાગે મોટી સંખ્યામાં પોપટ પકડયા હતા. નાની ચાંચવાળા પોપટનો 1 હજારનો ભાવ અમદાવાદમાં હોલસેલમાં નાની ચાંચવાળા પોપટ રૂા.350ની જોડી અપાય છે, જે વડોદરાના શુક્રવારી બજારમાં 1 હજારમાં વેચાય છે. બીજી તરફ પક્ષીઓની હોમ ડિલિવરી પણ કરાય છે. 

જીએસપીસીએના રમેશભાઈએ કહ્યું કે, અમદાવાદમાં માલ ભોપાલથી આવે છે. સેન્ટ્રલની એજન્સીએ ભોપાલમાંથી 756 પોપટ પકડ્યા હતા. ટ્રાવેલ્સની બસો પક્ષીઓનું વહન કરતી હોય છે.

Share :

Leave a Comments