ગોરવા-પંચવટીમાં બુટલેગરે સરકારી જમીન પર ગેરકાયદે બનાવેલા ઝૂંપડા ઉપર બુલડોઝર ફેરવાયું

વડોદરા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા અસામાજિક તત્વોમા ફફડાટ

MailVadodara.com - A-bulldozer-was-driven-over-a-hut-illegally-built-by-a-bootlegger-on-government-land-in-Gorwa-Panchvati

શહેરના ગોરવા પંચવટી વિસ્તારમાં બુટલેગરે સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવેલું ઝૂંપડા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૃહમંત્રી દ્વારા અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવા માટેનું સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાનમાં રાજ્યભરમાં પોલીસ અસામાજિક તત્વોનો ડેટાબેઝ તૈયાર કરીને કડકાઇ પૂર્વક કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરૂપે આજે વડોદરા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતા અસામાજિક તત્વોમા ફફડાટ ફેલાઇ ગયો છે.


રાજ્યભરમાં ગુનાખોરી માથું ઉંચકતા ગૃહવિભાગ એક્શનમાં આવ્યું હતું અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને તેમના પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરા સહિત રાજ્યભરમાં અસામાજિક તત્વોની સંપત્તિ પર બુલડોઝરવાળી શરૂ કરવામાં આવી છે.

આજે વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા ચંદ્રનગરમાં સરકારી જમીન પર બુટલેગર મુન્ના પરમાર દ્વારા કરવામાં આવેલું દબાણ દુર કરવામાં આવ્યું હતું. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પાર પાડવામાં આવી હતી.


આ અંગે ACP આર. ડી. ક્વાએ જણાવ્યું કે, રાજયના ગૃહમંત્રી દ્વારા અસામાજિક તત્વો પર સખ્તાઇની સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાનમાં રાજ્ય પોલીસ વડા દ્વારા 100 કલાકમાં યાદી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ થાણા અધિકારીઓને એન્ટી સોશિયલ એલીમેન્ટ્સ સામે કામ કરવાની તાકીદ કરવામાં આવી હતી.

પંચવટી વિસ્તારના બુટલેગર મુન્નો પરમારે ચંદ્રનગરમાં સરકારી જમીન પર તેણે ગેરકાયદેસર દબાણ કર્યું હતું. પાલિકાને વિગતો આપ્યા બાદ પોલીસના સંકલનમાં રહીને આ કામગીરી કરવામાં આવી હતી. અસામાજિક તત્વો સામે પોલીસ સખ્તાઇથી કામ લઇ રહી છે.

Share :

Leave a Comments