વાઘોડિયા રોડ વૃંદાવન કોમ્પ્લેક્સ પૂનમ કોમ્પ્લેક્સ પાસે આવેલા સ્ટેટ બેંકના એટીએમ ને તોડવાની કોશિશ કરવામાં આવી હતી. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક શાખામાં મેનેજર તરીકે નોકરી કરતી મહિલાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈ કાલે સવારે હું મારી બેંકની નોકરી પર આવી હતી તે સમયે એસબીઆઇ બેન્કના એટીએમ ચેનલ મેનેજર એ મને ફોન કરીને કહ્યું હતું કે, પૂનમ કોમ્પ્લેક્સ પાસે વૃંદાવન કોમ્પ્લેક્સમાં આપના સ્ટેટ બેંકના એટીએમ માં છેડછાડ થયેલી છે. જેથી મેં જોનલ સિક્યુરિટી ઓફિસરને જાણ કરી હતી ત્યારબાદ પણ તે એટીએમ પર ગઈ હતી. 10 એક મિનિટમાં જોનલ ઓફિસર આવી ગયા હતા. અમે ચેક કરતા એટીએમ તોડવાની કોશિશ થઈ હતી ત્યાં પોલીસ પણ હાજર હતી. જે એટીએમમાં જોતા એટીએમનું મેઈનડોર કોઈ સાધન વડે તોડી પાસવર્ડનું બટન તેમજ બધા ડિજિટલ લોક તથા તેના વાયરો તૂટેલી હાલતમાં હતા. ચેક કરતા એક બાઈક પર બે આરોપીઓ આવ્યા હોવાનું જણાયું હતું. સીસીટીવી ચેક કરતા બે શખ્સો બાઈક પર આવ્યા હતા. થોડીવાર તેઓ બહાર એકબીજા સાથે વાતચીત કરી હતી ત્યારબાદ એટીએમમાં રૂમમાં પ્રવેશી તોડવાની કોશિશ કરતા હોવાનું જણાવ્યું હતું જેથી એ પોતે તારીખ ત્રીજીની રાત્રે 11.15થી 11.55 દરમિયાન ના હતા. એટીએમ મશીનને 75 હજારનું નુકસાન થયું હતું પરંતુ કોઈ રોકડ રકમની ચોરી થઇ નહતી.