સાધલી પોસ્ટ ઓફિસની સ્પીડ પોસ્ટ સહિતની ટપાલ ભરેલો થેલો વડોદરા ન પહોંચતા દોડધામ

સ્પીડ પોસ્ટ તથા અન્ય ટપાલ ભરેલો થેલો સરકારી બસમાં વડોદરા મોકલાયો હતો

MailVadodara.com - A-bag-full-of-mail-including-the-speed-post-of-Sadhli-Post-Office-ran-without-reaching-Vadodara

- શોધખોળ પછી પણ ટપાલો ભરેલો થેલો મળી ન આવતા શિનોર પોલીસમાં ફરિયાદ

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી પોસ્ટ ઓફિસમાંથી સ્પીડ પોસ્ટ તથા અન્ય ટપાલ ભરેલો થેલો સરકારી બસમાં વડોદરા મોકલ્યો હતો. પરંતુ ટપાલો ભરેલો થેલો વડોદરા ખાતે મળી ન આવતા ભારે દોડધામ મચી ગઇ હતી. શોધખોળ પછી પણ ટપાલો ભરેલો થેલો મળી ન આવતા શિનોર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે શિનોર પોલીસે તપાસ હાથ ધરી છે.

શિનોર તાલુકાના સાધલીમાં પોસ્ટ ઓફિસ આવેલી છે. આ પોસ્ટ ઓફિસના સ્પીડ પોસ્ટ, રજીસ્ટર લેટરના કાગળિયા તથા અન્ય ટપાલને એક થેલામાં ભરીને ટેગ વડે બાંધીને તૈયાર કરીને 10, ફેબ્રુઆરીના રોજ સરકારી બસમાં વડોદરા લઇ જવા માટે બિલ્મિલ્લાખાન મહેબુબખાન રાઠોડ (સાધલી ગામ, વડોદરા ગ્રામ્ય) દ્વારા મુકવામાં આવી હતી. જો કે, વડોદરા ખાતે આ થેલો મળી આવ્યો ન હતો. જે અંગે તપાસ કરવામાં આવી હતી, પરંતુ ટપાલો ભરેલો થેલો મળી આવ્યો ન હતો.

આ બનાવ અંગે શિનોર પોલીસ મથકમાં પોસ્ટ ઓફિસના જવાબદાર કર્મચારી સાલેહાબાનું બિલ્મિલ્લાખાન રાઠોડે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે શિનોર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વર્ધાજી બળવંતજીને સોંપવામાં આવતા તેમણે તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments