તરસાલીમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધાની ચપ્પાના ઘા મારી ઘરમાં જ હત્યા, શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરાઇ

અમીન ખડકીમાં રહેતા વૃદ્ધાની ઘરમાં જ હત્યા થઇ હોવાની જાણ થતાં લોકો ઊમટ્યાં

MailVadodara.com - A-67-year-old-man-living-in-Tarsali-was-stabbed-to-death-in-his-house-the-suspect-was-arrested

- વૃદ્ધ મહિલા સાથે રહેતો યુવક ગરબા રમીને પરત ફર્યો તો ઘરમાં વૃદ્ધ બા લોહીલુહાણ પડ્યા હતા; હત્યારાએ દરવાજે તાળું મારી દીધું હતું


શહેરના તરસાલી વિસ્તારમાં આજે સવારે 67 વર્ષીય વૃદ્ધાની તેના જ ઘર હત્યા કરી નાખ્યાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે યુવક નવરાત્રિમાં ગયો હતો અને તેમના બા ઘરમાં એકલા સુતા હતાં. જે બાદ તે પરત આવતા દરવાજે બહારથી તાળું મારેલું હતું અને તેમના બા લોહીલુહાણ હાલતમાં પડ્યાં હતા. જે અંગેની તાત્કાલીક જાણ કરતા મકરપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ મામલે ગુનો નોંધીને પોલીસે સીસીટીવી અને મોબાઇલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી છે.

વડોદરાના તરસાલી વિસ્તારના તળાવ સામે આવેલ અમીન ખડકીમાં રહેતા સુલોચનાબેન અમીનનો મૃતદેહ ઘરમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જ્યાં વૃદ્ધાની ચપ્પાના ઘા મારીને નિર્મમ હત્યા કર્યાનું જાણવા મળ્યું હતું. આ સાથે જ હત્યારો હત્યાને અંજામ આપ્યા બાદ ઘરના દરવાજે બહારથી તાળું લગાવી જતો રહ્યો હતો. ઘટનાને પગલે Fડાની ટીમ પણ દોડી ગઈ છે અને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


આ મામલે એફ ડિવીઝનના એસીપી પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું કે, આજે સવારે 6.09 કલાકે અતુલ અંબાલાલ અમીને નામના વ્યક્તિએ જાણ કરી હતી કે તરસાલી વિસ્તારમાં આવેલ અમીન ખડકીમાં ઘર નં-9માં મારા બા ઘરમાં સુતા હતા અને હું ગરબા જોવા ગયો હતો. આ સમય વચ્ચે કોઇએ એમને ચપ્પુ મારીને બહારથી દરવાજો તાળું મારીને બંધ કરી દીધો છે. અંદર બા લોહીલુહાણ હાલતમાં પડેલા છે. જેથી તાત્કાલિક મકરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે ફરિયાદ નોંધી લીધી હતી અને હાલ તપાસ ચાલુ છે. શંકાસ્પદ ઇસમોની પૂછપરછ ચાલુ છે અને પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે. ઝોન એલસીબી અને ક્રાઇમ પણ તપાસમાં જોડાઈ છે.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સીસીટીવી અને મોબાઇલ લોકેશનના આધારે તપાસ ચાલી રહી છે. હત્યાનું કારણ બહાર આવ્યું નથી. રાત્રે 10 વાગ્યાથી લઇને સવારે 6 વાગ્યાની વચ્ચે ઘટના બની છે. પેટના ભાગે ચપ્પુ મારેલું છે અને ફરિયાદી યુવક મૃતક મહિલાની બહેનનો દીકરો છે.

મકરપુરા પોલીસ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને FSLની ટીમો દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે. આ મામલે મૃતક મહિલાના સંબંધીની પણ અટકાયત કરીને પૂછપરછ શરૂ કરાઈ છે.

Share :

Leave a Comments