વડોદરા શહેરના વડસર પાસે આવેલા કોટેશ્વર ગામ પાસેથી ત્રણ ફૂટના બચ્ચાનું ગઈ રાત્રે સહી સલામત રીતે રેસ્ક્યુ કરાયું હતું.
સાંઈ દ્વારકા ટ્રસ્ટના જયેશભાઈ પર કોલ આવ્યો હતો અને ગામના એક ખાડા પાસે ત્રણેક ફૂટનું મગરનું બચ્ચું હોવાની માહિતી મળી હતી. ઘટના સ્થળે પહોંચેલા ટ્રસ્ટના સેવકોએ સુરક્ષિત રીતે મગરના બચ્ચાંનું રેસ્ક્યુ કરીને વન વિભાગના જીગ્નેશભાઈને સુપ્રત કર્યું હતું. રેસ્ક્યુ ટીમે જણાવ્યું હતું કે, વરસાદના પાણી ગામના ખાબોચિયામાં ભરાયા હતા પરંતુ હવે ચોમાસાની સિઝન પૂરી થઈ છે ત્યારે આવા ખાડાના પાણી સુકાઈ રહેતા ખાડામાં પડી રહેલા મગરના બચ્ચાઓ સુરક્ષિત જગ્યાએ જવા બહાર નીકળે છે જેથી આવા જળચર જીવોને બચાવવા માનવજીવની ફરજ હોવાનું તેમણે જણાવ્યું હતું.