ભુવા નગરી વડોદરાના મુજમહુડા વિસ્તારમાં સામ્રાજ્ય બંગ્લોઝ પાસે 20 ફૂટનો ભુવો પડ્યો, વૃક્ષ ધરાશાયી

આજે વહેલી સવારે સામ્રાજ્ય-2 નજીક ઝાડ પાસે જ મસમોટો ભુવો પડ્યો

MailVadodara.com - A-20-foot-waterfall-fell-near-Empire-Bungalows-in-Mujahmuda

- ફાયર બ્રિગેડે એક તરફનો માર્ગ બંધ કરી કામગીરી શરૂ કરી, ટ્રાફિક જામ થતાં લોકો પરેશાન


ભુવા નગરી બની ગયેલી વડોદરા નગરીમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા તે વિસ્તારમાં 20 ફૂટનો મોટો ભુવો પડતા પૂર અસરગ્રસ્ત લોકો ભયભીત થઈ ગયા છે. 


વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું તારે મુજમહુડા વિસ્તારના સામ્રાજ્ય બંગ્લોઝમાં એક માળ સુધી પાણી ફરી વળ્યા હતા. જેને કારણે લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. પૂરના પાણી ઓસરી ગયા પછી મગરોની સાથે-સાથે હવે ભુવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. સામ્રાજ્ય-2 નજીક આજે વહેલી સવારે ઝાડ પાસે મોટો ભુવો પડતા ઝાડ તેમજ પેવર બ્લોકનો ફૂટપાથ નીચે બેસી ગયાે હતાે. 


સામાન્ય રીતે દિવસ દરમિયાન આ સ્થળે વાહનો પાર્ક કરેલા હોય છે તેમજ ફ્રુટની લારી પણ હોય છે. પરંતુ વહેલી સવારે કોઈ વાહન તેમજ લારી નહીં હોવાથી બચાવ થયો હતો. નજીકમાં એક કેબિન હતી તે નીચે ઉતરી જતા ફાયર બ્રિગેડે બહાર કાઢી હતી. લગભગ 12 ફૂટ ઊંડો અને 20 ફૂટ પહોળો ભુવો જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડે એક તરફનો માર્ગ બંધ કરી કામગીરી શરૂ કરી હતી.


Share :

Leave a Comments